AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દિલ્હી અને કોલકાતામાં હિમવર્ષા બાદની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ ! જુઓ Viral Photos

તસવીરોમાં નવી દિલ્હી (Delhi), જૂની દિલ્હી અને કોલકાતામાં બરફ જોઈ શકાય છે. કોલકાતામાં બરફની ચાદરમાં ઢંકાયેલી ટ્રામને જોઈને તમને લંડન જેવું લાગશે. અંગશુમને આવી ઘણી તસવીરો શેર કરી છે, જેને જોઈને ઈન્ટરનેટ પર લોકો મંત્રમુગ્ધ થયા છે.

દિલ્હી અને કોલકાતામાં હિમવર્ષા બાદની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ ! જુઓ Viral Photos
Delhi
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 4:51 PM
Share

ભારતમાં ઘણા લોકો શિયાળાની ઋતુમાં હિમવર્ષાનો આનંદ માણવા મનાલી અથવા શિમલા જેવા હિલ સ્ટેશનો તરફ વળે છે, કારણ કે શહેર અને નગરમાં શિયાળા બાદ પણ હિમવર્ષાનો અનુભવ થતો નથી. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે જો દિલ્હી અને કોલકાતા જેવા શહેરોમાં હિમવર્ષા શરૂ થાય છે, તો આ શહેરો જ્યારે બરફના જાડા થરથી ઢંકાયેલા હશે ત્યારે કેવા દેખાશે. અંગશુમન ચૌધરી નામના ટ્વિટર યુઝરે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની મદદથી કેટલીક એવી તસવીરો બનાવી છે, જે આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

AIની મદદથી નવી દિલ્હી, જૂની દિલ્હી અને કોલકાતાની તસવીરો તૈયાર કરી

અંગશુમન ચૌધરીએ AIની મદદથી બનાવેલી તસવીરો ટ્વિટર પર શેર કરી અને લખ્યું, ‘હું હંમેશા વિચારતો હતો કે ભારે હિમવર્ષા દરમિયાન નવી દિલ્હી અને જૂની દિલ્હી કેવી દેખાશે? હવે એઆઈએ મને તેની કલ્પના કરવામાં મદદ કરી છે. વાયરલ તસવીરોમાં જોઈ શકાય છે કે અંગશુમને એઆઈની મદદથી નવી દિલ્હી, જૂની દિલ્હી અને કોલકાતાની તસવીરો તૈયાર કરી છે. કોલકાતામાં બરફની ચાદરમાં ઢંકાયેલી ટ્રામને જોઈને તમને લંડન જેવું લાગશે. અંગશુમને આવી ઘણી તસવીરો શેર કરી છે, જેને જોઈને ઈન્ટરનેટ પર લોકો મંત્રમુગ્ધ થયા છે.

હિમવર્ષા થાય તો દિલ્હી-કોલકાતા કેવું દેખાશે? તસવીરોમાં જુઓ

કોલકાતાની તસવીર લંડન જેવી લાગે છે

અંગશુમ અન્ય એક ટ્વિટમાં જણાવ્યું છે કે તેમણે આ તસવીરો મિડજર્ની નામના સોફ્ટવેરની મદદથી બનાવી છે. આ પહેલા દિલ્હીના રહેવાસી માધવ કોહલીએ AIની મદદથી અલગ-અલગ રાજ્યોની મહિલાઓની તસવીરો બનાવી હતી, જેને નેટીઝન્સ દ્વારા પસંદ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ દિવસોમાં AI થી બનેલી તસવીરો ટ્વિટર પર ઘણી શેર કરવામાં આવી રહી છે.

g clip-path="url(#clip0_868_265)">