AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: હવે ઘોડાની નોકરી છીનવી લેશે રોબોટ? ટેકનોલોજીના યુગમાં રોમાંચક વીડિયો થયો Viral

Robot Viral Video : આપણી પેઢી ટેકનોલોજીના યુગમાં જીવી રહી છે. દરરોજ દુનિયામાં અનોખા ફેરફાર થઈ રહ્યાં છે જેને કારણે માનવજીવન ટેકનોલોજીના ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યું છે. હાલમાં એક રોબોટનો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: હવે ઘોડાની નોકરી છીનવી લેશે રોબોટ? ટેકનોલોજીના યુગમાં રોમાંચક વીડિયો થયો Viral
Robot viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 6:28 PM
Share

આજના સમયમાં ટેકનોલોજીનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. આજે દુનિયાભરના બજારોમાં નવા નવા ડિવાઈસ આવી રહ્યાં છે, જે માણસના જીવનને વધુ ઝડપી અને સરળ બનાવી રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે ટેકનોલોજીના વિકાસ અને રોબોટ આવવાને કારણે દુનિયામાં માણસોની નોકરી છીનવાઈ જશે પણ હવે ઘોડા જેવા પ્રાણીઓને પણ પોતાની નોકરી ગુમાવવી પડી શકે છે. હાલમાં વાયરલ થઈ રહેલો વીડિયો આ વાતની સાબિતી આપે છે.

હાલમાં સોશિયલ મીડિયા પર ડોગી સ્ટાઈલના રોબોટના અનેક વીડિયો વાયરલ થઈ રહ્યાં છે. સામાનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા અને મનોરંજન માટે આવા રોબોટનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ હાલમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં આ રોબોટનો ઉપયોગ ઘોડાની જગ્યાએ કરવામાં આવ્યો છે. રોબોટને ઘોડાની જેમ બગ્ગી સાથે બાંધવામાં આવ્યો છે એક વ્યક્તિ આ બોગ્ગીમાં બેસે છે અને રોબોટ આ બગ્ગીને ખેંચીને આગળ લઈ જાય છે. વિદેશની ધરતીનો આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો : Viral Video : બિકીની પહેરીને યુવતીએ ધોધ નીચે આપ્યા પોઝ, ટૂર ગાઈડે પોઝમાં કરાવ્યા કરેક્શન, જુઓ Video

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : હવામાં હજારો ફૂટ પર લટકતા પ્લેટફોર્મ પર સાઈકલસવારે કર્યો સ્ટંટ, Video જોયા પછી લાગશે ડર

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને જોઈ દંગ રહી ગયા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,  વાહ ભાઈ વાહ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, કેટલો સરસ વીડિયો. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, હવે માણસોની જેમ ઘોડાની જગ્યા છીનવાઈ જશે. આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો : Viral Video: ચિત્તાના પરિવાર માટે થંભી ગયો ટ્રાફિક, રસ્તા વચ્ચે કરી માણસો જેવી હરકતો

ટ્રેડિંગ સમાચાર ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

વાયરલ અને ટ્રેડિંગ વીડિયો સાથે જોડાયેલા તમામ ન્યૂઝ માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">