Viral: હાઈ હીલ્સમાં આ યુવતીએ કરી અદ્ભૂત બેક ફ્લિપ, વીડિયો જોઈ લોકો દંગ રહી ગયા
હાઈ હીલ્સમાં બેક ફ્લિપ કરતી છોકરીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ છોકરી ખૂબ જ સરળતાથી બેક ફ્લિપ કરતી જોવા મળે છે.
સોશિયલ મીડિયાની દુનિયામાં હાલ હાઈ હીલ્સમાં બેક ફ્લિપ (Back flip in high heels) કરતી છોકરીનો વીડિયો ધુમ મચાવી રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી ખૂબ જ સરળતાથી બેક ફ્લિપ કરતી જોવા મળે છે. જ્યારે ઘણી વખત હાઈ હીલ્સમાં ચાલવું પણ મુશ્કેલ હોય છે, ત્યારે આ છોકરીએ ચપટીમાં આ ફ્લિપ કરી બતાવી છે. આપને જણાવી દઈએ કે આ છોકરી છે જિમ્નાસ્ટ અસલ્યા લિટ્ટોસ (Gymnast Asalya Littos), જે પોતાના અદ્ભુત પરાક્રમોથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. હવે તેનો આ નવો વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે હાઈ હીલ્સ અને બ્લેક પેન્ટમાં અસલ્યા લિટોસ રસ્તા પર બેક ફિલ્પ કરતી જોવા મળી રહી છે. બેક ફ્લિપ કરતી વખતે તેણે જે રીતે સ્મૂધ લેન્ડિંગ કર્યું છે તે પ્રશંસનીય છે. આનાથી પણ વધુ આશ્ચર્યજનક વાત એ છે કે તેણીએ ખુબ ઝડપે બેક ફિલ્પ કરી હતી.
આ સિવાય તમે વીડિયોમાં જોઈ શકો છો કે તેની હિલ્સની લંબાઈ કેટલી છે. આવી સ્થિતિમાં તેની સાથે બેક ફ્લિપ કરવું દરેક માટે સરળ નથી. પરંતુ અસલ્યા લિટોસ એવું કરતી જોવા મળે છે કે જાણે તે કોઈ બાળકોની રમત હોય. તો ચાલો પહેલા આ વીડિયો જોઈએ.
View this post on Instagram
આ વીડિયોને Instagram પર dailygameofficial નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. 15 જાન્યુઆરીએ શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 23 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. અસલ્યા લિટોસના આ કારનામાને જોઈને મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. એક યુઝરે કોમેન્ટ કરી અને લખ્યું, ‘અવિશ્વસનીય, હું મારા સ્નીકર્સમાં પણ નહીં કરી શકું’ એકંદરે, યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે અસલ્યા લિટોસ ઉઝબેકિસ્તાનના તાશ્કંદની રહેવાસી છે. તેણીની ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ દર્શાવે છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તરની જિમ્નાસ્ટ છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ ઘણી મોટી છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 5 લાખ 29 હજારથી વધુ ફોલોઅર્સ છે. જ્યાં તે જિમ્નાસ્ટ અને અંગત જીવન સાથે જોડાયેલા વીડિયો શેર કરતી રહે છે. તેની લોકપ્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેના દરેક વીડિયો પર લાખો વ્યૂઝ આવે છે.
આ પણ વાંચો: Technology News: WhatsApp પર આવી રહ્યા છે કમાલના ફિચર્સ, બદલાઈ જશે કલર, કરી શકાશે ડ્રોઈંગ
આ પણ વાંચો: Wheat Farming: ઘઉંના પાકમાં નુકસાન કરી શકે છે આ રોગ, ખેડૂતો આ ઉપાયથી અટકાવી શકે છે રોગનો ઉપદ્રવ