Viral Wedding Video : મંડપમાં વરરાજા પાસે સાળીઓએ માંગ્યા શુકનના રૂપિયા, વરરાજાએ આપ્યો એવો જવાબ કે વીડિયો થયો વાયરલ

|

Sep 26, 2021 | 9:53 AM

વરરાજા શુકનના પૈસા માંગનાર સાળીઓને રમુજી રીતે ના પાડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાનના આગમન સમયે ઘરની તમામ સાળીઓ દરવાજા પર વરરાજાની એન્ટ્રીની રાહ જોઇ રહી છે.

Viral Wedding Video : મંડપમાં વરરાજા પાસે સાળીઓએ માંગ્યા શુકનના રૂપિયા, વરરાજાએ આપ્યો એવો જવાબ કે વીડિયો થયો વાયરલ
video of groom and girls going viral on internet

Follow us on

દરરોજ સોશિયલ મીડિયા (Social Media) પર લગ્ન સંબંધિત કોઇને કોઇ ખાસ વીડિયો વાયરલ (Viral Video) થતા હોય છે. લગ્નમાં જાનૈયાઓના ડાન્સથી લઈને તમામ વિધિઓ જોવા મળે છે. ધાર્મિક વિધિઓની વાત કરીએ તો, એક એવો રિવાજ છે જે લગ્નના દિવસે દરેકના ઘરમાં અનુસરાય છે. અમે તે રિવાજ વિશે વાત કરી રહ્યા છીએ જ્યારે વરરાજા લગ્નના દિવસે મંડપમાં પ્રવેશ કરે છે અને વરરાજા દરવાજા પર આવે ત્યારે જ પ્રવેશ કરે ત્યારે પોતની સાળીઓને શુકનના રૂપિયા આપે છે

આ રિવાજનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે, જેમાં વરરાજા શુકનના પૈસા માંગનાર સાળીઓને રમુજી રીતે ના પાડે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જાનના આગમન સમયે ઘરની તમામ સાળીઓ દરવાજા પર વરરાજાની એન્ટ્રીની રાહ જોઇ રહી છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ દરમિયાન, તે કહે છે, ‘ જો તમે રાજા બનીને આવ્યા છો તો હવે થોડા હાથ પણ ઢીલા કરો ‘છોકરીઓના આ સવાલનો અર્થ સ્પષ્ટ છે કે તેઓ શુકનના પૈસા માટે પૂછી રહ્યી છે. છોકરીઓના આ સવાલ પર વરરાજા એક રમુજી જવાબ આપે છે અને કહે છે, ‘આવું છે કે, મહેનતથી પૈસા મળે છે, હું થાકી ગયો છું, મારા ખભા દબાવો, પછી જ પૈસા મળશે’, આ જવાબ સાંભળીને બધા હસવા લાગ્યા .

દરેક વ્યક્તિ આ વીડિયોને ખૂબ પસંદ કરીરહ્યો છે તેમજ લોકો ઘણી બધી પ્રતિક્રિયાઓ પણ શેર કરી રહ્યા છે. અત્યાર સુધી આ વીડિયોને હજારો લાઈક્સ અને હજારો કોમેન્ટ મળી ચૂકી છે. લોકોની પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, તેઓ ખૂબ જ રમૂજી ટિપ્પણીઓ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે આ વીડિયો thehouseofbride ના પેજ પર જોઈ શકો છો.

પ્રતિક્રિયાઓ વિશે વાત કરીએ તો, એક યૂઝરે ટિપ્પણી કરતી વખતે લખ્યું, ‘તે ખોટું છે, તે છોકરીનો અધિકાર છે, નવા ખ્યાલો ઉમેરશો નહીં’ અન્ય એક વપરાશકર્તાએ લખ્યું, ‘છોકરીઓ સાથે આવુ જ થવુ જોઇએ, તેમને દરેક જગ્યાએ પૈસા જોઇતા હોય છે. ‘ ત્રીજા યૂઝરે લખ્યું, આવા જીજાજી અમને તો નથી મળ્યા, અમને તો લગ્નના દિવસે શુકનના પૈસા મળ્યા હતા’ અન્ય વપરાશકર્તાઓ વિશે વાત કરીએ તો  તેઓ ઇમોજી શેર કરીને પ્રેમનો વરસાદ કરી રહ્યા છે.

આ પણ વાંચો –

CSK vs KKR, IPL 2021 Match Prediction: ધોનીની ટીમ કલકત્તા સામે ટકરાશે, બિન્દાસ્ત બનેલી કલકત્તા અંતિમ ચારમાં ટકી રહેવા દાવ લગાવશે

આ પણ વાંચો –

IPL 2021 Purple Cap: પંજાબ કિંગ્સના ઝડપી બોલર શામી એ રાશિદ ખાનને હટાવી ટોપ-5 માં મેળવ્યુ સ્થાન, હર્ષલ પટેલનુ સ્થાન અડગ

Published On - 9:53 am, Sun, 26 September 21

Next Article