Video : લગ્નના ટેન્શનને ભૂલીને દુલ્હન પાણીપુરી ખાવામાં વ્યસ્ત ! દુલ્હનનો આ અંદાજ જોઈને તમે પણ કહેશો OMG

|

Sep 06, 2021 | 9:20 AM

આજકાલ સોશિયલ મીડિયા (Social Media)પર એક લગ્નનો વીડિયો ખુબ છવાયેલો છે,આ વિડીયોમાં દુલ્હન લગ્નનું ટેન્શન ભૂલીને પાણીપુરી ખાવામાં વ્યસ્ત જોવા મળી રહી છે. આ દુલ્હનનો અંદાજ તમને પણ ખુબ પસંદ આવશે.

Video : લગ્નના ટેન્શનને ભૂલીને દુલ્હન પાણીપુરી ખાવામાં વ્યસ્ત !  દુલ્હનનો આ અંદાજ જોઈને તમે પણ કહેશો OMG
Bride Video Viral On Social Media

Follow us on

Viral Video: પાણીપુરીનું નામ સાંભળતા જ લોકોના મોઢામાં પાણી આવી જતુ હોય છે. પાણીપુરીના ખાવા માટે હંમેશા લોકો ઉત્સુક હોય છે ,પરંતુ શું તમે ક્યારેય દુલ્હનને (Bride) તેના  લગ્નમાં મસ્તી સાથે પાણીપુરી ખાતા જોઈ છે? જો નહીં, તો હવે આ વીડિયોમાં તમને દુલ્હનનો અલગ અંદાજ જોવા મળશે. તાજેતરમાં સોશિયલ મીડિયા (Social media) પર એક લગ્નનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન લગ્નના તમામ ટેન્શન ભૂલીને પાણીપુરી ખાવામાં વ્યસ્ત છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્નના વીડિયો વાયરલ થતા જોવા મળે છે, જેમાં કેટલાક વીડિયો એવા હોય છે, જે જોઈને ખુબ હસવુ આવે છે, જ્યારે કેટલાક વીડિયો જોઈને આશ્વર્ય પણ થાય છે, ત્યારે તાજેતરમાં લગ્નનો આવો જ એક વીડિયો (Wedding Video) સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં દુલ્હનનો અલગ અંદાજ જોવા મળે છે. આ દુલ્હનને ન તો તેના મેકઅપની ચિંતા છે કે ન મહેમાનોની ચિંતા છે.આ સુંદર દુલ્હન તમામ ટેન્શન ભુલીને પાણીપુરી ખાવામાં વ્યસ્ત છે. આ દુલ્હનનો વીડિયો(Viral Video)  હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

જુઓ વીડિયો

દુલ્હનનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે

તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર dulhaniya નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. દુલ્હનનો આ વિડીયો લોકો એકબીજા સાથે શેર કરી રહ્યા છે પણ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ દુલ્હનનો અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Viral Video: સહેજ નજર ફરી અને અજગરે ભરી લીધુ બચકુ, વીડિયો જોઇને તમારા શ્વાસ પણ એક સેકન્ડ માટે થંભી જશે

આ પણ વાંચો: Viral Video : બિલાડીને પણ અરીસામાં જોઇને તૈયાર થવાનાં શમણા જાગ્યા, જુઓ બિલાડીનો પોઝ આપતો વીડિયો વાયરલ

Next Article