AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video : આર્ટિસ્ટે પેપર પર એવી કલાકારી કરી કે વીડિયો થયો વાયરલ, ટેલેન્ટ જોઈને યુઝર્સ મોઢામાં આંગળા નાખી ગયા !

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક આર્ટિસ્ટનો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે શાહી પેન વડે ચિત્ર દોરતો જોવા મળે છે. આ યુવકની પ્રતિભા જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : આર્ટિસ્ટે પેપર પર એવી કલાકારી કરી કે વીડિયો થયો વાયરલ, ટેલેન્ટ જોઈને યુઝર્સ મોઢામાં આંગળા નાખી ગયા !
Artist video goes viral
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 7:03 AM
Share

Viral Video : સોશિયલ મીડિયા પર અવારનવાર લોકોનુ ટેલેન્ટ(Talent)  ઉડીને આંખે વળગે છે. જેમાં કેટલાક લોકોની પ્રતિભા જોઈને યુઝર્સ દંગ રહી જતા હોય છે.આજકાલ આવો જ એક આર્ટિસ્ટનો વીડિયો(Artist Video)  ખુબ વાયરલ થઈ રહ્યો છે. કેટલીકવાર કેટલાક આર્ટિસ્ટ એવી કલાકૃતિ બતાવે છે કે આપણને આંખો પર પણ વિશ્વાસ નથી થતો. આજકાલ આવી જ કળાનો એક અદ્ભુત વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અદ્ભુત આર્ટવર્ક (Art Work) જોઈને તમને પણ નવાઈ લાગશે.

આર્ટિસ્ટની અદ્ભૂત કળા…..

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક આર્ટિસ્ટ કાગળમાં માત્ર વાંકાચૂકી રેખા બનાવી રહ્યો છે, પરંતુ જ્યારે તે તેને પૂર્ણ કરીને તૈયાર કરે છે ત્યારે ખબર પડે છે કે તે વ્યક્તિએ કેટલી અદભૂત તસવીર બનાવી છે. તેનું ડ્રોઈંગ (Drawing) પૂરું થયા પછી ખબર પડે છે કે તેણે ગર્જના કરતા વાઘનુ(Tiger)  અનોખુ ચિત્ર દોર્યુ છે. આ વિડીયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

આ કળા દ્વારા દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર આ આર્ટિસ્ટનું નામ ઇગોર ચિબિલ્યાએવ છે. જેમને લોકો તેમની ખાસ કુશળતાના કારણે ઓળખે છે. ઇગોર અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની કળાનું પ્રદર્શન કરતો રહે છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર પણ તેની મોટી ફેન ફોલોઈંગ છે. વીડિયોમાં આર્ટિસ્ટનુ ટેલેન્ટ જોઈને સોશિયલ મીડિયા (Social Media0 યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

યુઝર્સ આર્ટિસ્ટની કરી પ્રશંશા

સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે અને તેના પર પોતાની પ્રતિક્રિયા(Comments)  આપતા જોવા મળી રહ્યા છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું કે, આ ચોક્કસપણે એક અદ્ભુત આર્ટવર્ક છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે આ વીડિયોમાં કલાકારની કળાને સમજવા માટે આ વીડિયોને ખૂબ ધ્યાનથી જોવો પડશે. આ સિવાય અન્ય યુઝર્સ પણ આર્ટિસ્ટની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Viral Video: નોરા ફતેહીના ગીત પર હવે આફ્રિકને કર્યું જબરદસ્ત લિપ્સિંગ, જુઓ ‘કુસુ કુસુ’નું આફ્રિકન વર્ઝન !

આ પણ વાંચો : પંજાબમાં ખેડૂતોના ટોળાએ કંગના રનૌતની કારને ઘેરી લીધી, અભિનેત્રીએ કહ્યું જાહેરમાં થઈ રહ્યું છે મોબ લિચિંગ

g clip-path="url(#clip0_868_265)">