પંજાબમાં ખેડૂતોના ટોળાએ કંગના રનૌતની કારને ઘેરી લીધી, અભિનેત્રીએ કહ્યું જાહેરમાં થઈ રહ્યું છે મોબ લિચિંગ

પંજાબ(Punjab)માં ખેડૂતોના ટોળાએ કંગના રનૌતની કારને ઘેરી લીધી હતી અને તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર (Shouting Slogan) કરવા લાગ્યા હતા. કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વીડિયો દ્વારા આ માહિતી આપી

પંજાબમાં ખેડૂતોના ટોળાએ કંગના રનૌતની કારને ઘેરી લીધી, અભિનેત્રીએ કહ્યું જાહેરમાં થઈ રહ્યું છે મોબ લિચિંગ
Farmers surrounded Kangana Ranaut's car in Punjab

Kangana Ranaut: જ્યારથી કંગના રનૌતે ખેડૂતોને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે ત્યારથી દેશના અલગ-અલગ ભાગોમાં તેની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. કંગનાની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. તે પોતાના નિવેદન પર અડગ છે, જેના કારણે ઘણા ખેડૂત સંગઠ(Farmers)નો તેના પ્રત્યે ખૂબ નારાજ છે. તાજેતરમાં કંગનાને પણ આવી જ નારાજગીનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ(Punjab)માં ખેડૂતોના ટોળાએ કંગના રનૌતની કારને ઘેરી લીધી હતી અને તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર (Shouting Slogan) કરવા લાગ્યા હતા. કંગનાએ તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા એક વીડિયો દ્વારા આ માહિતી આપી હતી. 

કંગના રનૌતે તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તે હિમાચલથી પંજાબ જતી વખતે તેની સાથે બનેલી ઘટનાનું વર્ણન કરતી જોવા મળે છે. કંગનાએ સૌપ્રથમ એક સ્ટોરી મૂકી હતી જેમાં તેની કારની આસપાસ ધ્વજ સાથે ખેડૂતોની ભીડ તેના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરતી જોવા મળે છે. 

આ પછી, કંગનાએ પોતે એક વીડિયો શૂટ કર્યો અને તેની વાત તેના ચાહકો સુધી પહોંચાડી. કંગનાએ વીડિયોમાં કહ્યું કે, “મારી ફ્લાઈટ કેન્સલ થઈ હોવાથી હું હિમાચલથી હમણાં જ નીકળી છું, પંજાબમાં અહીં આવતા જ ટોળાએ મને ઘેરી લીધો છે. તેઓ પોતાને ખેડૂત ગણાવે છે અને મારા પર હુમલો કરે છે, મારી સાથે દુર્વ્યવહાર કરે છે અને મારી નાખવાની ધમકી આપે છે. 

કહ્યું- આવા લોકો પર શરમ આવવી જોઈએ

વીડિયોમાં પોતાની વાત ચાલુ રાખતા કંગનાએ કહ્યું કે, આ દેશમાં જાહેરમાં આ પ્રકારનું મોબ લિંચિંગ થઈ રહ્યું છે, જો મારી સાથે કોઈ સુરક્ષા નથી તો અહીં શું થશે, અહીંની સ્થિતિ અવિશ્વસનીય છે. અહીં ઘણા બધા પોલીસ છે, છતાં મારી કારને જવા દેવામાં આવી નથી. શું હું રાજકારણી છું? શું હું પાર્ટી ચલાવી રહી છું? આ અવિશ્વસનીય છે. 

કંગનાએ પોતાના વીડિયોમાં એવા લોકો પર નિશાન સાધ્યું જેઓ તેના નામ પર રાજનીતિ કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, “ઘણા લોકો મારા નામ પર રાજનીતિ રમી રહ્યા છે અને આ તે જ રાજકારણનું પરિણામ છે જે આજે થઈ રહ્યું છે. ટોળાએ મારી કારને સંપૂર્ણ રીતે ઘેરી લીધી છે, જો અહીં પોલીસ ન હોત તો અહીં ખુલ્લેઆમ લિંચિંગ થયું હોત. શરમ આવે છે આવા લોકોને. 

કંગનાએ ભીડમાં ઉભેલી પંજાબી મહિલાઓ સાથે વાત કરી

કંગનાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અન્ય એક વીડિયો શેર કર્યો છે જેમાં તે કેટલીક પંજાબી મહિલાઓ સાથે પ્રેમથી વાત કરતી જોવા મળી રહી છે. તે તેની કારનો કાચ ખોલીને હાથ મિલાવીને તેની સાથે વાત કરી રહી છે. આ વીડિયો પર તેણે લખ્યું છે કે બધાએ મને રોક્યો, છતાં મેં વાત કરી. આ દરમિયાન તે મહિલાઓ અને કંગના વચ્ચે સારી વાતચીત જોવા મળી હતી. આ પછી કંગનાએ પોતાની જાતને સુરક્ષિત ગણાવી અને ત્યાંથી સુરક્ષિત બહાર નીકળવાની માહિતી શેર કરી.

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati