રેલવે પ્લેટફોર્મ પર રિક્ષા દોડાવી રહ્યો છે ડ્રાઈવર, વાયરલ વીડિયો જોઈ લોકો રહી ગયા દંગ
રેલવે લોકોના જીવનનો એક મુખ્ય ભાગ પણ છે તેથી ભારતીય રેલેવે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતા હોય છે. હાલમાં રેલવે સંબંધિત એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા રેલવે પ્લેટફોર્મ પર દોડી રહી છે.
Trending Video : ભારતીય રેલેવે નેટવર્ક આખા ભારતમાં ખૂણે ખૂણે ફેલાયેલુ છે. તે હજારો યાત્રીઓને રોજ તેના ગતંવ્ય સુધી પહોંચાડે છે. આ જ ભારતીય રેલવે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર રોજ અપલોડ થતા હોય છે. રેલવે લોકોના જીવનનો એક મુખ્ય ભાગ પણ છે, તેથી ભારતીય રેલેવે સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થતા હોય છે. હાલમાં રેલવે સંબંધિત એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા રેલવે પ્લેટફોર્મ પર દોડી રહી છે.
આ વાયરલ વીડિયોને કારણે સોશિયલ મીડિયા પર ધમાલ મચી છે. યાત્રીઓ માટેના રેલવે પ્લેટફોર્મ પર રિક્ષા જોઈને સૌ દંગ રહી ગયા છે. વાયરલ વીડિયોમાં એક રેલવે સ્ટેશનના દ્રશ્યો જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક રિક્ષા ચાલક એક રેલવે પ્લેટફોર્મ પર રિક્ષા દોડાવી રહ્યો છે. તે દરમિયાન કેટલાક લોકો તેને અટકાવે પણ છે. તેની સાથે વાતચીત કરીને તેઓ તે રિક્ષા ચાલકને પ્લેટફોર્મથી દૂર જવા કહે છે પણ તે રિક્ષા ચાલક માનતો નથી. કેટલાક લોકો જાતે જ તે રિક્ષાને બહાર લઈ જવાનો પ્રયત્ન પણ કરે છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Kurla station auto mafia on the platform. Please check & verify this. Too much freedom given by Kurla @MTPHereToHelp & @RPFCRBB Coincidentally on the first day of new @drmmumbaicr Isn’t this a safety hazard for trains? @SrdsoM @RailMinIndia @RPF_INDIA pic.twitter.com/dXGd95jkHL
— Rajendra B. Aklekar (@rajtoday) October 15, 2022
આ વાયરલ વીડિયો મુંબઈના કુર્લા રેલવે સ્ટેશન પ્લેટફોર્મનો છે. આ ઘટના 12 ઓકટોબરની છે. ટ્વિટર પર આ વીડિયો @rajtoday નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. આ વીડિયોને હજારો સોશિયલ મીડિયા યુઝર્સે જોયો છે. આ પોસ્ટમાં રેલવે મંત્રાલય અને આરપીએફના આધિકારીક ટ્વિટર હેન્ડલને પણ ટેગ કરવામાં આવ્યુ છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.