Viral Video : કલેકટરના ચશ્મા લઈને ભાગ્યો વાંદરો, લાંચ આપીને પાછા મેળવ્યા ચશ્મા

|

Aug 21, 2022 | 11:23 PM

હાલમાં મથુરાનો (Mathura) એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરાએ એક મોટા અધિકારીની કોઈ વસ્તુની ચોરી કરી છે.

Viral Video : કલેકટરના ચશ્મા લઈને ભાગ્યો વાંદરો, લાંચ આપીને પાછા મેળવ્યા ચશ્મા
Viral Video
Image Credit source: twitter

Follow us on

ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર હાલમાં ધામધૂમથી ઉજવવામાં આવ્યો. ભગવાન કૃષ્ણના જન્મસ્થળ મથુરામાં પણ જન્માષ્ટમી હર્ષોઉલ્લાસથી ઉજવવામાં આવ્યો. લાખોની સંખ્યામાં ભક્તો મથુરામાં ઉમટી પડ્યા હતા. તે બધા વચ્ચે સુરક્ષા માટે ત્યાં પોલીસ અને મોટા અધિકારીઓ ઉપસ્થિત હતા. તેમાંના જ એક અધિકારી સાથે એવી ઘટના બને છે કે તેણે તેની ક્યારેક કલ્પના પણ નહીં કરી હોય. મથુરામાં વાંદરાઓનો ત્રાસ ખુબ હોય છે. મથુરામાં રોજ વાંદરાઓ ભક્તોના લાખોના સામાનની ચોરી કરે છે. કયારેક ચંપલ, ચાવી, પર્સ, સોનાની ચેન, મોબાઈલ વગેરે વગેરે. હાલમાં મથુરાનો (Mathura) એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે વાંદરાએ એક મોટા અધિકારીની કોઈ વસ્તુની ચોરી કરી છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે મથુરાની નાની ગલીઓમાં લોકો ઉભા છે. કેટલાક પોલીસ અને અધિકારીઓ ત્યાં ઉભા દેખાય છે. તે બધાની નજર ઉપરની તરફ છે. ઉપર બે-ત્રણ વાંદરા મકાનની જાળી પર બેઠા જોવા મળે છે. થયુ એમ છે કે આમાનો એક વાંદરો શહેરના કલેકટરના ચશ્મા લઈને ઉપર ભાગી ગયો હતો અને માંગવા છતા તેને પાછા નથી આપતા. વીડિયોના કેપ્શન પરથી જાણવા મળે છે કે આ વાંદરાને પ્રિય એવી ફ્રૂટી આપીને આ વાંદરા પાસે કલેકટરના ચશ્મા પાછા લેવામાં આવે છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને સોશિયલ મીડિયા યુઝર ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે કહ્યુ કે, કલેકટર સાહેબે પોતાના ચશ્મા પાછા લેવા માટે વાંદરાને લાંચ આપી. આવી અનેક રમૂજ કોમેન્ટ સોશિયલ મીડિયા યુઝર કરતા જોવા મળ્યા.

Next Article