Viral Video: નાના બાળકે તેના પિતાને WWEની સ્ટાઈલમાં માર્યો લાફો, રેસલર પણ તેની મૂવ્સ જોઈને થઈ જશે હેરાન

|

Sep 24, 2022 | 8:46 PM

સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો ખુશી અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આવો જ એક વીડિયો ફરીથી ઈન્ટરનેટ પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં એક પિતા તેના પુત્ર સાથે મસ્તીમાં કુસ્તી કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video: નાના બાળકે તેના પિતાને WWEની સ્ટાઈલમાં માર્યો લાફો, રેસલર પણ તેની મૂવ્સ જોઈને થઈ જશે હેરાન
Funny Viral video

Follow us on

સ્માર્ટફોને લોકોનું જીવન બદલી નાખ્યું છે. લોકો ઈન્ટરનેટ અને વીડિયોના એટલા શોખીન થઈ ગયા છે કે તેના વગર દિવસો પસાર કરી શકતા નથી. કેટલાક લોકો એવા છે જેમને પોતાના બાળકોને કેમેરામાં રેકોર્ડ કરવાની આદત પડી ગઈ છે. કેટલાક માતા-પિતા ચોવીસ કલાક બાળકોના વિડીયો બનાવવાની   કોશિશ કરે છે અને તે ઈન્ટરનેટ પર આવે તો  થોડી જ વારમાં બાળકોના વીડિયો અન્ય વીડિયો કરતાં ઝડપથી વાયરલ (Kid Viral Video) થાય છે. જેમાં બાળકોની ક્યૂટ એક્શન લોકોના દિલ જીતી લે છે.  સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો ખુશી અને સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આવો જ એક વીડિયો ફરીથી ઈન્ટરનેટ પર વાયરલ (Viral Video) થઈ રહ્યો છે જેમાં એક પિતા તેના પુત્ર સાથે મસ્તીમાં કુસ્તી કરતા જોવા મળી રહ્યા છે. પિતા-પુત્રની ફની ફાઈટને એવી રીતે બતાવવામાં આવી રહી છે કે જાણે તે WWE ફાઈટ કરી રહ્યા હોય. આ બાળકનો માસુમ વીડિયો તમારું દિલ જીતી લેશે.

અહીં જુઓ પિતા-પુત્રનો વીડિયો

વીડિયોમાં તમે જોઈ શકો છો કે પિતા તેના બાળક સાથે ડબલ્યૂડબલ્યૂઈ ફાઈટની મજાક-મજાકમાં ઝઘડી રહ્યા છે. બાળક Randy Orton બની જાય છે અને પિતા એક BIG SHOW બનીને મજાકમાં લડે છે. આ દરમિયાન બાળક પહેલા તેના પિતાને રેન્ડી ઓર્ટનની જેમ પછાડે છે અને પછી બાળકને ખુશ કરવા પિતા પડી જાય છે અને પછી બાળક તેને પિન-ડાઉન કરે છે. આપે છે અને આ રીતે બાળક મેચ સરળતાથી જીતી જાય છે.

આ વીડિયો ટ્વિટર પર @GabbbarSingh એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો છે.  અત્યાર  સુધી આ વિડીયોને  23 લાખથી વધુ લોકો  જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને તેમના પ્રતિભાવો આપી રહ્યા છે. વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘અમારે અહીં ડબલ્યૂડબલ્યૂઈ  નથી પરંતુ કુસ્તી ચોક્કસ ચાલી રહી છે, જેમાં બાળક પિતાને હરાવે છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘એક પિતા આ હારમાં પણ પોતાની જીત જુએ છે.’ અન્ય યુઝરે લખ્યું, ‘વીડિયો ખરેખર મૂડ ફ્રેશર છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વિશે પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

Published On - 10:59 pm, Fri, 23 September 22

Next Article