Viral Video : પાકિસ્તાનમાં થયુ વિદેશી મહિલાઓનું અપમાન, દુનિયાએ કરી આલોચના

|

Aug 17, 2022 | 7:15 PM

હાલ તે પાકિસ્તાનીઓની આવી હરકતોને કારણે જ ચર્ચામાં આવ્યુ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

Viral Video : પાકિસ્તાનમાં થયુ વિદેશી મહિલાઓનું અપમાન, દુનિયાએ કરી આલોચના
Viral Video
Image Credit source: twitter

Follow us on

અતિથી દેવો ભવ, ભારત આ મંત્રમાં માનનારો દેશ છે. ભારત પોતાના દેશમાં આવનારા વિદેશી મહેમાનોની સુરક્ષાનું ધ્યાન રાખે છે અને તેમની આગતા-સ્વાગતાનું પણ. આપણો દેશ વિદેશોમાં કોઈ સંકટ આવ્યુ હોય તો પણ તેમની સાથે મિત્ર બની તેમની મદદ કરે છે. જ્યારે પાકિસ્તાનમાં આનુ સાવ ઉંધુ ચાલે છે. પાકિસ્તાન (Pakistan) તેના નેતાઓ અને સામાન્ય જનતાની હરકતોને લીધે હંમેશા ચર્ચામાં રહે છે. હાલ તે પાકિસ્તાનીઓની આવી હરકતોને કારણે જ ચર્ચામાં આવ્યુ છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

પાકિસ્તાને હાલમાં જ 14 ઓગસ્ટે પોતાનો સ્વતંત્રતા દિવસ ઉજવયો હતો. આ વીડિયો ઈસ્લામાબાદમાં સ્વાતંત્રતા દિવસની ઉજવણી દરમિયાનનો છે. પાકિસ્તાનમાં ફરવા આવેલા 2 વિદેશી મહિલા પર્યટકોને ત્યાની જનતાએ ઘેરી લીધી હતી. લોકો તેમની સાથે ફોટો પડવવા પડાપડી કરી રહ્યા હતા. તે બન્ને વિદેશી મહિલાઓમાં એક માતા હતી અને એક દીકરી હતી. તે બન્નેની આંખમાં પાકિસ્તાનીઓની હરકતોને કારણે ડર દેખાતો હતો. તે કોઈ પણ રીતે તે બધા વચ્ચેથી નીકળવા માંગતી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ રહ્યો પાકિસ્તાનનો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @IslamabadViews નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયો પર હજારો વ્યૂઝ આવ્યા છે. પાકિસ્તાના આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકોએ પાકિસ્તાનીઓની હરકતની નિંદા કરી છે. એક યુઝરે લખ્યુ છે કે, પાકિસ્તાનમાં આવનારા વિદેશી મહેમાનો સાથે આવો વ્યવ્હાર યોગ્ય નથી. બીજા એક યુઝરે લખ્યુ છે કે, જે દેશમાં નારીનું સન્માન નથી થતુ, તે દેશનો અંત થાય છે.

ઈસ્લામાબાદ પોલીસની કાર્યવાહી

 

વિદેશી મહિલાઓના અપમાનનો વીડિયો વાયરલ થતા ઈસ્લામાબાદ પોલીસ એક્શનમાં આવી હતી. તેમણે આ ઘટનાના આરોપીઓની ધડપકડ કરી હતી. ઈસ્લામાબાદ પોલીસે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, આ ઘટના દુર્ભાગ્યપૂર્ણ અને અપરાધ છે. ઈસ્લામાબાદની પોલીસની આ ઝડપી કામગીરીની લોકોએ પ્રશંસા પણ કરી હતી.

Next Article