Viral : ધ ગ્રેટ ખલીનો અનોખો અંદાજ! ઠેલા પર જ્યૂસ કાઢતા વીડિયો થયો વાયરલ

|

Nov 22, 2021 | 7:25 PM

આ દિવસોમાં ધ ગ્રેટ ખલીનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે રસ્તાના કિનારે જ્યુસ કાઢતો જોવા મળે છે.

Viral : ધ ગ્રેટ ખલીનો અનોખો અંદાજ! ઠેલા પર જ્યૂસ કાઢતા વીડિયો થયો વાયરલ
Great Khali video goes viral

Follow us on

Viral Video : જો કુસ્તી બાદ ધ ગ્રેટ ખલી સૌથી વધુ પ્રખ્યાત હોય તો તે ઇન્સ્ટાગ્રામ(Instagram)  પર છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે,તેના ચાહકો માટે તે હંમેશા કોઈને કોઈ વીડિયો શેર કરતા જોવા મળે છે.તાજેતરમાં ખલીનો એક નવો અંદાજ સામે આવ્યો છે,જેમાં તે સડક પર જ્યુસ કાઢતો જોવા મળે છે. ખલીનો (The  Great Khali) આ અંદાજ તમને પણ ખુબ પસંદ આવશે.

 

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ધ ગ્રેટ ખલી હાઈવેની બાજુમાં એક રેકડી પાસે ઉભો છે અને જ્યુસ મશીનમાં બે નારંગી નાખીને જ્યુસ કાઢતો જોવા મળે છે. પરંતુ, આ દરમિયાન તે જ્યુસનો ગ્લાસ નીચે રાખવાનું ભૂલી જાય છે. જેના કારણે બધો જ રસ નીચે પડવા લાગે છે. જેને કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.સાથે જ યુઝર્સને ખલીનો આ કુલ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.

 

જુઓ વીડિયો

ખલીનો કુલ અંદાજ જોઈને યુઝર્સ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ સાથે તે કહે છે કે, આપણે ભારતમાં પહેલા પણ જ્યુસ બનાવતા હતા, હજુ પણ જ્યુસ બનાવીએ છીએ. આ મેક ઈન ઈન્ડિયા છે…યુઝર્સ ધ ગ્રેટ ખલીનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ઘ ગ્રેટ ખલીએ શેર કર્યો છે.

એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ કે, શું ખલી તમે જ્યુસ સેન્ટર(Juice Center)  શરૂ કરવાનો છો ? જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે,નારંગીનું જ્યુસ બધુ બહાર જાય છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ પોતાની પ્રતિક્રિયા આપતા જોવા મળે છે.

 

આ પણ વાંચો: Viral Video : સ્ટન્ટનાં ચક્કરમાં આ બાઈક સવાર અથડાયો કાર સાથે ! પછી જે થયુ તે જોઈને તમારા ધબકારા વધી જશે

આ પણ વાંચો: Video : લો બોલો ! શ્રીલંકન સોંગના રંગમાં રંગાયા સાધુ, ‘માનિકે માગે હિતે’ સોંગ પર સાધુએ કર્યો જબરદસ્ત ડાન્સ

Next Article