Viral Video : કુદરતનું રૌદ્ર સ્વરુપ ! ધોધની વચ્ચો વચ મજા માણવા પહોંચી હતી છોકરીઓ, 5 સેકન્ડમાં બધુ બદલાઇ ગયુ
અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. દેશમાં ઘણી જગ્યાઓએ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. નદી નાળા છલકાયા છે અને ઝરણા પણ જીવંત બન્યા છે. આ વચ્ચે વરસાદના સમયમાં એક ધોધનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધોધમાં મજા માણવા પહોંચેલી છોકરીઓ સાથે 5 સેકન્ડમાં જ ઘણું બધુ બદલાઇ ગયુ હતુ.

અત્યારે ચોમાસાની ઋતુ ચાલી રહી છે. દેશમાં ઘણી જગ્યાઓએ ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે. નદી નાળા છલકાયા છે અને ઝરણા પણ જીવંત બન્યા છે. આ વચ્ચે વરસાદના સમયમાં એક ધોધનો વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં ધોધમાં મજા માણવા પહોંચેલી છોકરીઓ સાથે 5 સેકન્ડમાં જ ઘણું બધુ બદલાઇ ગયુ હતુ.
કુદરતનું રૌદ્ર સ્વરુપ
ચોમાસામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે. જો કે કુદરત જેટલી સુંદરતા ચોમાસામાં વેરે છે. તેટલો ભયંકર વિનાશ પણ જોવા મળતો હોય છે. કુદરત સાથે મજાક કરવી સારી નથી. લોકો આ સમજી શકતા નથી અને કુદરત સાથે ચેડા કરવાનું શરૂ કરે છે. જેનું પરિણામ ખૂબ જ ખરાબ છે. આને લગતો એક વીડિયો આજકાલ સામે આવ્યો છે. જેમાં એક છોકરી ધોધ પાસે મજા કરી રહી છે અને અચાનક તેની સાથે એક ભયંકર અકસ્માત થાય છે.
બિહારનો એક ચોંકાવનારો વીડિયો આજકાલ લોકોમાં ચર્ચામાં છે. તેને જોયા પછી લોકો સ્તબ્ધ થઈ ગયા કારણ કે અહીં કુદરતે પોતાનું ઉગ્ર સ્વરૂપ બતાવતા જ બધા જ ડરવા લાગ્યા. આ વીડિયો જોયા પછી યુઝર્સ હવે ચોમાસામાં બહાર જવુ કે નહીં તે વિશે જ વિચારી રહ્યા છે
તમે ઘણીવાર જોયું હશે કે જ્યારે લોકો તેમના કામમાંથી વિરામ લે છે, ત્યારે તેઓ પોતાને રિચાર્જ કરવા માટે એવી જગ્યાએ પહોંચે છે. જ્યાં તેમને શાંતિ મળે છે. જોકે કેટલીક જગ્યાઓ ખતરનાક હોય છે, પરંતુ સાહસની શોધમાં, લોકો ત્યાં પણ પહોંચી જાય છે. હવે આ વીડિયો જુઓ જે સામે આવ્યો છે, જ્યાં કેટલીક છોકરીઓ વરસાદ દરમિયાન ધોધ પાસે મજા કરી રહી છે અને અચાનક તેમની સામે આવી અકસ્માત થાય છે. જેની તેમણે કલ્પના પણ નહોતી કરી.
જુઓ ઘટનાનો વીડિયો
गया जी में संडे के छुट्टी मनाने गए थे,वाटरफॉल पर । लेकिन अचानक पानी का सैलाब इतना तेज हो गया की 6 बच्चियां बहने लगी, किसी तरह से उन्हें बचाया गया। आप लोगों से आग्रह है, पूरे मानसून वाटरफॉल जाने से बच्चे। pic.twitter.com/K69IqkUEh9
— The Bihar (@thebiharoffice) June 30, 2025
વાયરલ વીડિયો બિહારના ગયા જિલ્લાનો છે, જ્યાં લોકો પ્રખ્યાત લંગુરહી ધોધમાં વરસાદ દરમિયાન મજા કરતા જોવા મળી રહ્યા છે. અચાનક પૂર વધુ તીવ્ર બન્યું, જેના કારણે 6 બાળકીઓ તણાવા લાગી. આશ્ચર્યજનક વાત એ છે કે આ ઘટના ત્યાં હાજર લોકોની નજર સામે બની, જેને જોયા પછી લોકો લાચારીથી ચીસો પાડતા જોવા મળી રહ્યા છે. જ્યારે આ ઘટનાનો વીડિયો લોકોમાં વાયરલ થયો, ત્યારે લોકોએ તેના પર ચિંતા વ્યક્ત કરી.
આ વીડિયો X પર શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય ત્યાં સુધી, હજારો લોકોએ તેને જોયો છે અને ટિપ્પણી કરીને તેના પર પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે લોકોએ ચોમાસા દરમિયાન આવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ. તો બીજાએ લખ્યું કે જ્યારે આપણે કુદરતની શક્તિને નબળી માનીએ છીએ અને તેની સાથે રમવાનું શરૂ કરીએ છીએ ત્યારે આવું થાય છે. બીજાએ લખ્યું કે ચોમાસા દરમિયાન આવી ખતરનાક જગ્યાએ ન જવું જોઈએ.
આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.