Viral Video : જિરાફે બાળકને કરાવી હવાઈ સવારી, મા-બાપના શ્વાસ થયા અધર

|

Aug 13, 2022 | 9:37 PM

કેટલીક વાર મા-બાપ બાળકને ખુશ કરવા માટે કે સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો મુકી લાઈક મેળવવાના ચક્કરમાં બાળકોના જીવ જોખમમાં મુકતા હોય છે. એક આવો જ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

Viral Video : જિરાફે બાળકને કરાવી હવાઈ સવારી, મા-બાપના શ્વાસ થયા અધર
Viral Video
Image Credit source: twitter

Follow us on

સોશિયલ મીડિયા પર પ્રાણીઓ અને બાળકોના વીડિયો ખુબ વાયરલ (Viral Video) થતા હોય છે. લોકોને બાળકો અને પ્રાણીઓની નાદાન હરકતો જોવુ ખુબ પસંદ હોય છે. અને જો અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં પ્રાણી અને કોઈ બાળક સાથે હોય તો તે વીડિયોના વાયરલ થવાની સંભાવના વધી જાય છે. મા-બાપ ઘણીવાર પોતાના નાના બાળકના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. બાળકને તમામ મુશ્કેલી અને સમસ્યાઓથી દૂર રાખવું એ મા-બાપની જવાબદારી હોય છે. પણ કેટલીક વાર તેઓ બાળકને ખુશ કરવા માટે કે સોશિયલ મીડિયા પર બાળકોના વીડિયો મુકી લાઈક મેળવવાના ચક્કરમાં બાળકોના જીવ જોખમમાં મુકતા હોય છે. એક આવો જ ચોંકાવનારો વીડિયો (Shocking Video) સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, મા-બાપ પોતાના નાના બાળકને એક ઝાડની ડાળી આપે છે. જેને તે જિરાફને ખાવા માટે આપી શકે. જેવો તે બાળક જિરાફને ઝાડની ડાળી ખવડાવવ માટે હાથ ઉંચો કરે છે, તેવો જિરાફ નીચે વળીને તે ઝાડની ડાળી મોંઢામાં પકડી તે ડાળી સહિત બાળકને પણ ઉપર ઊચકી લે છે. તરત તેના મા-બાપ ચોંકે છે અને પોતાના બાળકને બચાવી લે છે. તેને પગથી ખેંચીને તે બાળકના જીવ બચાવવામાં આવે છે. આ બાળક સાથે મોટી દુર્ધટના થતા અટકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @cctv_idiots નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો લોકો ખુબ પંસદ કરી રહ્યા છે. પહેલા તો સૌ કોઈ ચોંકી જાય છે કે, આ જિરાફ બાળકને વધારે ઊંચાઈ પર તો ન લઈ જાયને ? તે બાળકનો હાથ છુટી ગયો તો ? આ વીડિયો પર લોકોએ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. કેટલાક લોકો આ બાળકના મા-બાપ પર ગુસ્સો કાઢી રહ્યા છે. લોકો કોમેન્ટ કરીને મા-બાપને સલાહ આપી રહ્યા છે કે, મા-બાપે પોતાના નાના બાળકોને આવા પ્રાણીઓથી દૂર જ રાખવુ જોઈએ. સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂકી લાઈક મેળવવા માટે પોતાના બાળકના જીવ જોખમમાં ન મૂકવો જોઈએ.

Next Article