જંગલ વચ્ચે રીંછ અને વાઘ વચ્ચે થઈ જબરદસ્ત લડાઈ, વાયરલ વીડિયોમાં જુઓ છેલ્લે કોણે મારી બાજી
હાલમાં સોશિયલ મીડિયા પર જંગલની એક લડાઈનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વાઘ અને રીંછ એકબીજા સાથે લડતા જોવા મળે છે. ચાલો જાણીએ કે અંતે આ લડાઈમાં જીત કોની થઈ.
જો તમારામાં હિંમત હોય તો તમે અશક્ય કામ પણ કરી શકો છો. જંગલના શાકાહારી અને નાના પ્રાણીઓ હંમેશા શિકારી પ્રાણીઓથી ડરતા હોય છે. આ શિકારી પ્રાણીઓ સામે જો હિંમતથી લડવામાં આવે તો નબળા પ્રાણીઓ પર તેમને હરાવી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર જંગલની એક લડાઈનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં એક વાઘ અને રીંછ એકબીજા સાથે લડતા જોવા મળે છે. ચાલો જાણીએ કે અંતે આ લડાઈમાં જીત કોની થઈ.
વાયરલ વીડિયોમાં એક જંગલનો નજારો જોવા મળી રહ્યો છે. એક રીંછ અને ખતરનાક વાઘ સામસામે આવી જાય છે. તે બન્નેને સામસામે આવેલા જોઈ લાગે છે કે વાઘ થોડા જ સમયમાં રીંછનો શિકાર કરી લેશે પણ ત્યાં કંઈક ઊંધુ જ થાય છે. રીંછ હિંમતથી તે વાઘ પર હુમલો કરે છે. રીંછના હિં મત જોઈને લાગે છે કે રીંછ તે વાઘનો જ શિકાર કરી લેશે. તે વાઘ પર હુમલો કરીને દૂર ભગાવવામાં સફળ થાય છે. વાઘ રીંછના હુમલાથી ડરીને બિલાડીની જેમ ભાગતો દેખાય છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
View this post on Instagram
જંગલની આ લડાઈનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેફોર્મ ઈન્સ્ટાગ્રામ પર wildlife_stories_ નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, આવો ડરપોક વાઘ પહેલીવાર જોયો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, લાગે છે વાઘ લડવાના મૂડમાં નથી. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આવો નજારો જંગલમાં ભાગ્યે જ જોવા મળે છે.