Viral Video : પિતાએ દરિયાની વચ્ચે જ પોતાના દિકરાને ફેંકી દીધો, સાચી વાત જાણી લોકો રડી પડ્યા

|

Sep 19, 2022 | 6:04 PM

હાલમાં ટ્વિટર પર એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેનું સત્ય જાણીને લોકો ભાવુક થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પુત્રને બોટમાંથી દરિયાની વચ્ચે ફેંકતો જોવા મળે છે. ચાલો જાણીએ તેણે આવું કેમ કર્યુ હશે.

Viral Video : પિતાએ દરિયાની વચ્ચે જ પોતાના દિકરાને ફેંકી દીધો, સાચી વાત જાણી લોકો રડી પડ્યા
Shocking Viral Video
Image Credit source: Twitter

Follow us on

Shocking Video : સોશિયલ મીડિયા પર રોજ હજારો વીડિયો પોસ્ટ થતા હોય છે. તેમાંથી ઘણા વાયરલ પણ થતા હોય છે. સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાઈરલ થાય છે તે વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે. આમાંથી કેટલાક વીડિયો ખૂબ જ ઈમોશનલ હોય છે, તો કેટલાક દિલને હચમચાવી નાખે તેવા હોય છે. હાલમાં ટ્વિટર પર આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેનું સત્ય જાણીને લોકો ભાવુક થઈ રહ્યા છે. વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ પોતાના પુત્રને બોટમાંથી દરિયાની વચ્ચે ફેંકતો જોવા મળે છે. ચાલો જાણીએ તેણે આવું કેમ કર્યુ હશે.

આ વીડિયો ખરેખર ચોંકાવનારો અને હૃદયદ્રાવક છે. આ વાયરલ વીડિયોમાં દરિયામાં એક બોટનો નજારો જોઈ શકાય છે. એક પરિવાર ખોટી રીતે યુરોપ જઈ રહ્યુ હતુ. પણ રસ્તામાં ઈંધણ અને ભોજન પૂરૂ થતા, એક બાળકનો જીવ ગયો. તેના સિરિયાઈ પિતા એ રડતા રડતા દીકરાની લાશને કપડાથી લપેટીને દરિયાની વચ્ચે ફેંકી દીધો. કારણ કે તેની લાશને બોટમાં રાખવું બધાના જીવ માટે જોખમ કારક હતું. જે બાળકને તેણે જન્મથી હમણા સુધી મોટા થતા જોયો તેને જ આ રીતે મરતા જોઈ તે પિતા એ કેવું અનુભવ કર્યો હશે. વાયરલ વીડિયોમાં તેનો પરિવાર પણ દુખી દેખાઈ રહ્યો છે. આ વીડિયોને કારણે લોકોની આંખમાં આંશુ પણ આવ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ હૃદયદ્રાવક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Omar_Madaniah નામના ટ્વિટર હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. તે વીડિયો પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે, એક સિરિયા દેશનો પિતા પાણીની તરસને કારણે મરી ગયેલા પોતાના દીકરાની લાશને કપડાથી લપેટીમે દરિયામાં ફેંકી રહ્યો છે. યુરોપથી નીકળેલા પ્રવાસીઓની બોટમાં ઈંધણ અને ભોજન ખત્મ થઈ ગયુ હતુ. આ વીડિયો જોઈને કદાચ દરેકની આંખોમાં આંસુ આવ્યા જ હશે. દરેક સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપતા કહી રહ્યુ છે કે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવે.

Next Article