VIRAL VIDEO : સળગતી કારમાં ફસાયુ વૃદ્ધ દંપત્તિ, ફાયર બ્રિગેડની ટીમે આ રીતે કર્યુ રેસ્ક્યુ

|

Sep 10, 2021 | 9:26 AM

વીડિયોમાં જોઈ શકાય છે કે ફાયર બ્રિગેડની ટીમે બહાદુરીથી બે વૃદ્ધનો જીવ બચાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફાયર બ્રિગેડની ટીમે દરેકનું દિલ જીતી લીધું છે.

VIRAL VIDEO : સળગતી કારમાં ફસાયુ વૃદ્ધ દંપત્તિ, ફાયર બ્રિગેડની ટીમે આ રીતે કર્યુ રેસ્ક્યુ
Elderly couple trapped in burning car

Follow us on

કેલિફોર્નિયાના ઇસ્ટ કાઉન્ટી સૈન ડિએગોમાં એક વૃદ્ધ દંપતીને સળગતી કારમાંથી બચાવવા માટે સોશિયલ મીડિયા પર પાંચ સારા લોકોના ગ્રૃપની પ્રશંસા કરવામાં આવી રહી છે. વાસ્તવમાં, યુએસએના સૈન ડિએગોમાં ચાલતી કાર અચાનક જ આગના ગોળામાં ફેરવાઈ ગઈ અને તે સમયે કારમાં એક વૃદ્ધ દંપત્તિ હતુ.

ફાયર બ્રિગેડની ટીમની નજર પડતા ટીમે વૃદ્ધોનો જીવ બચાવ્યો હતો. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને, વપરાશકર્તાઓ ફાયર બ્રિગેડ ટીમની પ્રશંસા કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા શેર કરી રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

વીડિયોમાં ફાયર બ્રિગેડની ટીમને દંપતીને સળગતી કારમાંથી બહાર કાઢતી જોઈ શકાય છે. વીડિયો મેરી મેકક્રોરીએ શૂટ કર્યો હતો જે અહીંથી પસાર થઇ રહી હતી. વીડિયોમાં તેને કહેતી સાંભળી શકાય છે કે, ‘અંદર કોઈ છે?’ વાસ્તવમાં, 92 વર્ષીય કેન વિલિયમસન અને તેની 90 વર્ષીય પત્ની જોન કાર દ્વારા ક્યાંક જઈ રહ્યા હતા. તેમની કારને પાછળથી કોઇએ ટક્કર મારી હતી, ત્યારબાદ કારમાં આગ લાગી હતી.

વીડિયો જોઈને યુઝર્સ ફાયર બ્રિગેડની ટીમના વખાણ કરી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે તેણે બહાદુરીથી બે વૃદ્ધ લોકોનો જીવ બચાવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ફાયર બ્રિગેડની ટીમે દરેકનું દિલ જીતી લીધું છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે જો ફાયરબ્રિગેડની ટીમ આવવામાં થોડો મોડો હોત તો મોટો અકસ્માત સર્જાઈ શક્યો હોત.

આ પણ વાંચો –

Vaccine Delivery by Drone: ડ્રોન દ્વારા વેક્સિન પહોંચાડવા માટે ટ્રાયલ રન શરૂ કરનાર તેલંગણા દેશનું પ્રથમ રાજ્ય

આ પણ વાંચો –

Maharashtra : ગણેશ ઉત્સવમાં કોરોના સંક્રમણને ટાળવા મુંબઈમાં કલમ 144 લાગુ, 10 થી 19 સપ્ટેમ્બર સુધી રહેશે યથાવત

આ પણ વાંચો –

T20 World Cup: ધોનીને ટીમ ઇન્ડીયાના મેન્ટર બનાવવા પર ગૌતમ ગંભીરે બતાવ્યુ કારણ, કહ્યુ-કેમ મળી છે ધોનીને આ જવાબદારી

Next Article