Viral Video : ડોલ્ફિન અને બિલાડીની અનોખી દોસ્તી, ક્યૂટ વીડિયોએ જીતી લીધુ લોકોનું દિલ

|

Aug 14, 2022 | 9:06 PM

Viral Video : મિત્રતા માત્ર માણસોમાં જ નથી પ્રાણીઓ વચ્ચે પણ આવી મિત્રતા જોવા મળે છે. હાલમાં એક ડોલ્ફિન અને બિલાડીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

Viral Video : ડોલ્ફિન અને બિલાડીની અનોખી દોસ્તી, ક્યૂટ વીડિયોએ જીતી લીધુ લોકોનું દિલ
Viral Video
Image Credit source: twitter

Follow us on

સોશિયલ મીડિયા પર પ્રાણીઓના વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. તેમની નાદાન હરકતોને કારણે પ્રાણીઓને લગતા વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. કયારેક પ્રાણીઓની લડાઈના તો ક્યારેક તેમની વચ્ચેની મિત્રતાના, તો ક્યારેક પ્રાણી અને માણસ વચ્ચેની મિત્રતાના વીડિયો (Animal Viral Video) સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. પ્રાણીની ઘણી જોડીઓ તેમની શત્રુતાને કારણે જાણીતી છે, બિલાડી અને ઉંદર, માછલી અને બિલાડી, બિલાડી અને કૂતરો વગેરે. હાલમાં સોશિયલ મીડિયા પર ડોલ્ફિન અને બિલાડીનીનો અનોખો વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બિલાડી એક જળાશય પાસે ઉભી છે અને ડોલ્ફિન પાણીની અંદર છે. તે દરમિયાન ડોલ્ફિન પોતાની મિત્ર બિલાડીને મળવા પાણીની ઉપર આવે છે. તે બિલાડીને પ્રેમથી સ્પર્શે છે. ડોલ્ફિન પણ તેના જવાબમાં તે ડોલ્ફિન પર પ્રેમ વરસાવે છે. આ વીડિયોમાં તેમની ગાઢ મિત્રતા જોવા મળી રહી છે. બે પ્રાણીઓ વચ્ચે આવો પ્રેમ અને મિત્રતા ખુબ જ ઓછી જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર wonderofscience નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 16 લાખથી વધુ લોકોએ જોયો છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. આ વીડિયો પર લોકો સરસ કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ પોતાના મિત્રો સાથે ડોલ્ફિન અને બિલાડીનો આ ક્યૂટ વીડિયો શેર કરી રહ્યા છે.

Published On - 9:06 pm, Sun, 14 August 22

Next Article