Viral Video : બેઝબોલ ગેમમાં બોલ પકડતી વખતે પિતાએ તેમની પુત્રીને હવામાં છોડી અને પછી જે થયું તે જોઈને તમે પણ ચોંકી જશો !

|

Jul 08, 2021 | 1:03 PM

આ વાયરલ વિડીયોમાં વ્યક્તિના ડાબા હાથમાં બિઅર અને જમણા હાથમાં તેની પુત્રી જોવા મળી રહી છે અને સાથે જ તે બેઝબોલ ગેમમાં બોલને કેચ કરીને સંતુલન કરતા જોવા મળી રહ્યા છે.

Viral Video : બેઝબોલ ગેમમાં બોલ પકડતી વખતે પિતાએ તેમની પુત્રીને હવામાં છોડી અને પછી જે થયું તે જોઈને તમે પણ ચોંકી જશો !
Viral Video

Follow us on

ઈન્ટરનેટની દુનિયા ગજબની છે. અવારનવાર કંઇકના કંઇક વાયરલ થતું રહેતું હોય છે. ઘણીવાર વાયરલ વિડીયોની (Viral Video) ખુબ અસર જોવા મળતી હોય છે અને અવિશ્વાસનીય પરિણામ પણ આવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મિડીયા પર આવો જ એક વિડીયો ખુબ જ વાયરલ (Viral) થઈ રહ્યો છે. તેમાં એક વ્યક્તિના સંતુલનને (Co-ordination) લોકો ખુબ પ્રતિસાદ આપી રહ્યા છે.

સૌપ્રથમ, આ વિડીયો (Video) જુઓ

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો

આ વાયરલ વિડીયોમાં જોવા મળે છે કે, આ વ્યક્તિના ડાબા હાથમાં એક Beer અને જમણા હાથમાં તેની પુત્રી (Daughter) જોવા મળી રહી છે અને સાથે જ તે બેઝબોલ ગેમમાં બોલને કેચ (Catch) કરતા જોવા મળી રહ્યા છે. યુએસના એરિઝનો (Arizona) રાજ્યમાં યોજાયેલી બેઝબોલ (Baseball) મેચનો વિડીયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

જો કે, સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં, દેખાતા આ વ્યક્તિની ઓળખ હજુ સુધી થઈ નથી. આ વિડીયોમાં જોવા મળે છે કે, તે બોલને પકડતી વખતે તેનું અતુલ્ય સંકલન જોવા મળી રહ્યું છે. આ બેઝબોલ પકડવા માટે તેમણે તેના બાળકને હવામાં છોડી દીધું, ત્યારબાદ બોલને પકડ્યો અને પછી તેની પુત્રીને પણ સાચવી લીધી અને જમણા હાથમાં રહેલી બિયરને પણ પડવા ન દીધી.

મહત્વપૂર્ણ છે કે, સોશિયલ મિડીયાના Jason@calacanis.com નામના એકાઉન્ટ પર આ વિડીયો શેર કરવામાં આવ્યો છે. જેમાં 11.4 મિલિયનથી (Million) વધુ વ્યૂઝ મળ્યા છે અને 12 સેકન્ડના આ વિડીયોમાં ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

જેમાં ઘણા લોકોએ પ્રતિક્રિયા આપી છે કે, આ પિતા એક ‘દંતકથા’ અને ‘હીરો’ (Hero) છે. જ્યારે અન્ય એક યુઝર્સ લખ્યું છે કે, આ ‘ખરાબ પેરેન્ટ’ છે. ત્યારે અન્ય એક યુઝર્સ કહ્યું, કે ‘અમેરિકામાં બાળક કરતાં બેઝબોલ અને બિઅર વધુ મહત્વ ધરાવે છે. ઉપરાંત વધુ એક યુઝર્સ કટાક્ષ કરતા બીજાએ લખ્યું છે કે, ‘મારે એટલું જ જાણવું છે કે જો બાળકની માતા હાજર હોત અને પિતાએ બાળકને છોડી દીધુ હોય તો શું થાત’ ઉલ્લેખનીય છે કે, ઘણી વખત આ પ્રકારની કરામતથી દુર્ઘટના પણ થતી જોવા મળે છે.

 

આ પણ વાંચો : Viral Video: રેસમાં દોડતા ઘોડાએ અચાનક ગુમાવ્યું સંતુલન, પછી જે થયું તે વીડિયોમાં જોઈને તમે પણ સ્તબ્ધ થઈ જશો

આ પણ વાંચો : Viral Video : પંજાબી ગીત પર રશિયન લોકોએ કર્યો એવો ડાન્સ કે લોકો જોતા રહી ગયા

Next Article