Viral Video : પંજાબી ગીત પર રશિયન લોકોએ કર્યો એવો ડાન્સ કે લોકો જોતા રહી ગયા

ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં લોકોને મજા કરાવી દે છે. અને પંજાબી ગીતોની તો વાત જ નિરાળી છે. વિદેશોના ડિસ્કો અને પબમાં પણ પંજાબી ગીતો વાગવા સામાન્ય વાત છે.

Viral Video : પંજાબી ગીત પર રશિયન લોકોએ કર્યો એવો ડાન્સ કે લોકો જોતા રહી ગયા
રશિયન લોકોએ કર્યો ભાંગડા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2021 | 3:36 PM

સોશિયલ મીડિયામાં રોજ કોઇને કોઇ વીડિયો વાયરલ થતા હોય છે. લોકો પોતાના ટેલેન્ટને લોકો સુધી પહોંચાડવા આ પ્લેટફોર્મનો ઉપયોગ કરતા હોય છે. કેટલાક વીડિયો એવા હોય છે કે જેને જોઇને લોકોને મજા આવી જાય છે, તો કેટલાક વીડિયો લોકોને ચોંકાવનારા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.વાયરલ વીડિયો જોઇને દરેક ભારતીયોના દિલ ગદગદ થઇ રહ્યા છે કારણ કે વીડિયોમાં કેટલાક રશિયન લોકો ભારતીય ગીતો પર ભાંગડા ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયોને લોકો દ્વારા ખૂબ શેયર કરવામાં આવી રહ્યો છે.ભારતીયો જ્યાં પણ જાય છે ત્યાં લોકોને મજા કરાવી દે છે અને પંજાબી ગીતોની તો વાત જ નિરાળી છે. વિદેશોના ડિસ્કો અને પબમાં પણ પંજાબી ગીતો વાગવા સામાન્ય વાત છે તેવામાં આ વાયરલ વીડિયોમાં રશિયન લોકો પણ પંજાબી ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે બેકગ્રાઉંડમાં ગીત વાગે છે ‘મુંડિયાનું બચકે રહી’ અને કેટલાક રશિયન લોકો તેના પર ભાંગડા કરી રહ્યા છે. તેમના એક્સપ્રેશન પણ તમને ખુશ કરી નાખે તેવા છે.

વીડિયો જોઇને તમને પણ મજા પડી ગઇ હશે. તમને પણ નાચવાનું મન થઇ ગયુ હશે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર ઇન્ડિયન પોલીસ સર્વિસના અધિકારી રૂપિન શર્માએ શેર કર્યો છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને મજેદાર વીડિયો શેયર કરતા રહે છે.

આ પણ વાંચો – Happy Birthday MS Dhoni: ધોનીના નામ ખૂબસૂરત યુવતીઓ સાથે જોડાયેલા રહ્યા, આ અભિનેત્રીએ કર્યો હતો ખુલાસો

આ પણ વાંચો – Rajkot : પોતાને કલ્કી અવતાર કહેનારા રમેશ ફેફરના ઘરે પહોંચ્યું વિજ્ઞાન જાથા, અંધશ્રદ્ધા ફેલાવવા કરે છે આ વાત

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
g clip-path="url(#clip0_868_265)">