Viral Video: ચિમ્પાન્ઝી રમી રહ્યો છે ટેબલ ટેનિસ, જુઓ રમતમાં પ્રાણીઓએ કઈ રીતે હરાવ્યા માણસોને

|

Aug 11, 2022 | 7:46 PM

પ્રાણીઓ પોતાની હરકતો દ્વારા સૌનું ધ્યાન ખેંચતા હોય છે. તેમના વાયરલ વીડિયોથી (Viral Video) અનેક લોકોને મનોરંજન પ્રાપ્ત થાય છે. આ વાયરલ વીડિયોમાં અલગ અલગ પ્રાણીઓ માણસો સાથે રમત રમતા દેખાય છે.

Viral Video: ચિમ્પાન્ઝી રમી રહ્યો છે ટેબલ ટેનિસ, જુઓ રમતમાં પ્રાણીઓએ કઈ રીતે હરાવ્યા માણસોને
Viral Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા પર જાતજાતના વીડિયો રોજ અપલોડ થતા હોય છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ પર રમૂજી, ભાવુક, મોટિવેશન અને અકસ્માતના અનેક વીડિયો અપલોડ થતા હોય છે અને કેટલાક યુનિક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઈ જતા હોય છે. હાલમાં એક અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો પ્રાણીઓને (Animal video) લગતો છે. પ્રાણીઓ પોતાની હરકતો દ્વારા સૌનું ધ્યાન ખેચતા હોય છે. તેમના વાયરલ વીડિયોથી (Viral Video) અનેક લોકોને મનોરંજન પ્રાપ્ત થાય છે. આ વાયરલ વીડિયોમાં અલગ અલગ પ્રાણીઓ માણસો સાથે રમત રમતા દેખાય છે. સામાન્ય રીતે પ્રાણીઓને લગતા કોઈ પણ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જ જતા હોય છે. જંગલી પ્રાણીઓના શિકારના વીડિયો, તેમની મસ્તીના વીડિયો, તેમની ચાલવાની રીત બતાવતા વીડિયો આવા અનેક વીડિયો સોશિયલ મીડિયા પર હોય જ છે.

પ્રાણીઓને લગતો વાયરલ થયેલો આ વીડિયો થોડો યુનિક છે. આવા વીડિયો ભાગ્યે જ તમે જોયા હશે. વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ચિમ્પાન્ઝી, કૂતરા,બિલાડી જેવા પ્રાણીઓ માણસો સાથે રમતો રમી રહ્યા છે. તેઓ ટેબલ ટેનિસ, પૂલ, ગોલ, બાસ્કેટબોલ જેવી રમતો રમી રહ્યા છે. એટલુ નહીં આ રમતોમાં તે માણસો કરતા સારુ પ્રદર્શન આપી રહ્યા છે અને રમતમાં માણસોને હરાવી જીતી પણ રહ્યા છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

ચિમ્પાન્ઝી, કૂતરા, બિલાડીનો આ ફની વીડિયો લોકો વચ્ચે ખુબ વાયરલ થયો છે. લોકો પોતાના પાળતુ પ્રાણીઓને પણ આ બધી રમતો શીખવવાનું વિચારી રહ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર FunnymanPage નામના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. જોત જોતામાં પ્રાણીઓનો આ મનોરંજક વીડિયો લોકો વચ્ચે ખુબ વાયરલ થયો છે.

Next Article