Viral Video: બાઇકના એન્જીન અને જુગાડના સામાનથી બનાવી દીધી કાર ! છોકરાઓનો જુગાડ જોઈ તમે પણ ચોંકી જશો
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની ડિઝાઈનમાં લાકડાની હાથ લારી જેવી વસ્તુને કારનો આકાર આપીને ગાડીની જેમ જ પૈડા, સ્ટેરિંગ અનો હોર્ન પણ લગાવે છે. બાઇકનું એન્જિન તેમાં ફીટ કરવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયા પર ક્યારે અને શું વાયરલ થશે તેનો કોઈ જાણતુ નથી. ક્યારેક કોઈ સાઈકલને ઈલેક્ટ્રિક સાયકલમાં ફેરવી દે છે , તો ક્યારેક કોઈ ઈંટમાંથી કૂલર બનાવે છે. હવે આવો જ એક નવો જુગાડું વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
આ વીડિયોમાં એક વ્યક્તિએ કેટલાક સાધનો સાથે કંઈક એવું કર્યું છે, જે દરેકને પસંદ આવી રહ્યું છે અને લોકો તે યુવકોની પ્રશંસા કરતા થાકતા નથી. તમે આવા ઘણા વીડિયો જોયા હશે જેમાં લોકો અદ્ભુત મશીનો બનાવવા માટે ગમે તેમ કરીને જુગાડ કરે છે અને કામની વસ્તુઓ બનાવી દે છે અને તેનો વીડિયો વાયરલ થતા ચર્ચામાં આવી જાય છે.
દેશી જુગાડથી બનાવી દીધી કાર!
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે કારની ડિઝાઈનમાં લાકડાની હાથ લારી જેવી વસ્તુને કારનો આકાર આપીને ગાડીની જેમ જ પૈડા, સ્ટેરિંગ અને હોર્ન પણ લગાવે છે. બાઇકનું એન્જિન તેમાં ફીટ કરવામાં આવ્યું છે. તે જ સમયે, સ્ટિયરિંગને સારી ડિઝાઇન આપવામાં આવી છે. આ ઉપરાંત જૂના ટીન ફીટ કરીને વાહનની બોડી બનાવવામાં આવી છે. અને જૂના ટાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ શાનદાર કાર જોઈને તમને પણ ખુશ થઈ જશો.
Desi jugaad or desi innovation? #jugaad #innovation pic.twitter.com/CwxFCmjjsD
— Neeraj M (@being_happyyy) July 27, 2023
વીડિયો થયો વાયરલ
આ વાયરલ વીડિયો ટ્વિટર પર (@being_happyyy) નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. કેપ્શનમાં લખ્યું છે – દેશી જુગાડ કે દેશી ઈનોવેશન? 29 સેકન્ડની આ ક્લિપમાં જુગાડથી બનેલી આ કારમાં કેટલાક છોકરાઓ તેમાં બેસીને પ્રવાસની મજા માણી રહ્યાં છે. વાહનમાં એવી રીતે ફેરફાર કરવામાં આવ્યા છે કે તે તમને વિચારવા મજબૂર કરી દેશે અને તમને પણ આ વાહન ગમી જશે.
યુઝર્સ આ જુગાડ કારને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લાઈક્સ મળી ચૂક્યા છે. જોકે આવા વાહનથી અકસ્માતનો ભય રહે છે. આમ છતાં ભારતીયોના આ દેશી જુગાડને જોઈને સોશિયલ મીડિયાના લોકો તેના વખાણ કરી રહ્યા છે. આનું કારણ એ છે કે ઓછા ખર્ચે આવી શોધ કરવી દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી. તમે આ કાર વિશે શું કહો છો? કોમેન્ટ કરીને જણાવો.