AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે BTech Pani Puri Wali ? બુલેટ પર સ્ટોલ લગાવી લોકોને ખવડાવે છે સ્વસ્થ પાણીપુરી

તેમાં પણ એમબીએ ચાયવાલા, ગ્રેજ્યુએટ ચા વાળીની વાર્તાએ લોકોને ખૂબ પ્રેરિત કર્યા. હાલમાં B.Tech પાણીપુરી વાલીની ચર્ચા થઈ રહી છે. જે તેના સ્ટાર્ટઅપ દ્વારા લોકોને હેલ્ધી સ્ટ્રીટ-ફૂડ ખવડાવવા માંગે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

કોણ છે  BTech Pani Puri Wali ? બુલેટ પર સ્ટોલ લગાવી લોકોને ખવડાવે છે સ્વસ્થ પાણીપુરી
Viral Video btech panipuri seller
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2023 | 11:59 PM
Share

આજની દુનિયામાં જ્યાં ઘણા લોકો બેરોજગારીને કારણે હતાશ છે અને એવા ઘણા લોકો છે જેઓ B.Tech અને MBA કર્યા પછી પોતાનું જીવન કોર્પોરેટ જોબમાં પસાર કરવા માંગતા નથી, પરંતુ દુનિયાની સામે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવા માંગે છે. તેમાં પણ એમબીએ ચાયવાલા, ગ્રેજ્યુએટ ચા વાળીની વાર્તાએ લોકોને ખૂબ પ્રેરિત કર્યા. હાલમાં B.Tech પાણીપુરી વાલીની ચર્ચા થઈ રહી છે. જે તેના સ્ટાર્ટઅપ દ્વારા લોકોને હેલ્ધી સ્ટ્રીટ-ફૂડ ખવડાવવા માંગે છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

દિલ્હીની તાપસી ઉપાધ્યાયની જે માત્ર 22 વર્ષની છે અને B.Tech કર્યા પછી તેણે ક્યાંય પણ નોકરી કરવાને બદલે પોતાનો બિઝનેસ કરવાનું વિચાર્યું અને તેનું માનવું છે કે તેની વિચારસરણી દુનિયાથી ઘણી અલગ છે. કારણ કે તે દરરોજ તેના બુલેટ પર પાણીપુરીના સ્ટોલ સાથે જનકપુરી આવે છે અને લોકોને સ્વસ્થ ગોલગપ્પા ખવડાવે છે. લોકો તેને ગોલગપ્પા સ્ટોલ ન લગાવવાનું કહેતા હતા પરંતુ તેણે કોઈનું સાંભળ્યું નહીં અને આજે તે પોતાનો બિઝનેસ ચલાવે છે.

આ રહ્યો એ વાયરલ વીડિયો

આ પણ વાંચો : Viral Video : નશામાં ધૂત વ્યક્તિ અને ત્રણ વાંદરાઓ વચ્ચે થઈ જોરદાર બબાલ, Video જોઈ યુઝર્સ હસી હસીને થયા લોટપોટ

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ  ઈન્સ્ટાગ્રામ પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ યુવતીની હિંમતને સલામ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ખુબ સરસ.અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભગવાન આવી હિંમત દરેક વ્યક્તિને આપે તેવી પ્રાર્થના .આવી અનેક પ્રતિક્રિયા આ વીડિયો પર જોવા મળી હતી.

આ પણ વાંચો:  Viral Video : બજારમાં ભેંસ બની અંડરટેકર, લોકોને ઉઠાવી ઉઠાવીને પછાડયા

g clip-path="url(#clip0_868_265)">