વાયરલ વીડિયો : બસમાંથી ઉતરતાની સાથે જ યુવતીનો થયો અકસ્માત, માંડ માંડ બચાવ્યો જીવ

|

Oct 15, 2022 | 11:18 PM

રોજ દુનિયામાં લોકોની નાની ભૂલને કારણે મોટા અકસ્માત થાય છે. હાલમાં અકસ્માતનો આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો આપણા સૌ માટે એક બોધપાઠ સમાન છે.

વાયરલ વીડિયો : બસમાંથી ઉતરતાની સાથે જ યુવતીનો થયો અકસ્માત, માંડ માંડ બચાવ્યો જીવ
Viral Video
Image Credit source: Twitter

Follow us on

Shocking Video : રસ્તામાં રોજ અનેક વાહન દોડે છે, આકાશમાં રોજ અનેક વિમાનો ઉડે છે, દરિયામાં રોજ અનેક બોટ-સબમરીન તળે છે. આ તમામ વાહનોમાં મુસાફરી કરતા વખતે સાવધાની રાખવી જોઈએ. થોડી બેદરકારીને કારણે વ્યક્તિએ પોતાનો જીવ પણ ગુમાવો પડે છે. રોજ દુનિયામાં લોકોની નાની ભૂલને કારણે મોટા અકસ્માત થાય છે. હાલમાં અકસ્માતનો આવો જ એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. આ વીડિયો આપણા સૌ માટે એક બોધપાઠ સમાન છે.

આ વાયરલ વીડિયોમાં એક શહેરનો નજારો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી બસથી નીચે ઉતરી રહી છે. તેવામાં તેની સાથે અકસ્માત થાય છે. તેના પગ બસમાં જ ફસાઈ જાય છે. અચાનક બસ ચાલુ થાય છે અને તે યુવતી રસ્તા પર ઘસડાય છે. બસ ચાલકને જાણ થતા તે તરત બસ ઊભી રાખે છે. રાહતની વાત એ હતી કે આ ઘટનામાં યુવતીનો જીવ નથી ગયો. આ વીડિયો કઈ જગ્યાનો છે અને ક્યા સમયનો છે તે જાણવા નથી મળ્યુ. પણ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ViciousVideos નામના ટ્વિટર હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને હજારો વ્યૂઝ મળ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ છે કે, માણસે દરેક સમયે સાવધાન રહેવુ જોઈએ. બીજા એક યુઝરે લખ્યુ છે કે, ભગવાનને પ્રાર્થના કે આવી પરિસ્થિતિ કોઈને ન બતાવે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થયો છે.

Next Article