વાયરલ વીડિયોમાં એક કલાસરુમનો નજારો જોઈ શકાય છે. કલાસરુમમાં ફ્રી પીરિયડ કે રિશેષ જેવો માહૌલ છે. કલાસમાં ફક્ત વિદ્યાર્થીઓ હતા, ટીચક ન હતા. તેવામાં એક વિદ્યાર્થી અચાનક હેલમેટ પહેરીને ડાન્સ કરવા લાગે છે. તે RRR મૂવીના સોન્ગ નાચો-નાચો પર ડાન્સ કરવા લાગે છે. તેનો ડાન્સ જોઈ બધા વિદ્યાર્થીઓ ચોંકી જાય છે. તેના ડાન્સ મૂવ એટલા જોરદાર હતા કે કેટલાક લોકોએ તો તેના માટે તાળીઓ પણ પાડી હતી. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.
આ શાનદાર વીડિયો યૂટ્યૂબ પર Free hours with Harsh નામની ચેનલ પરથી શેયર કરવામાં આવ્યો છે. એક મહિના પહેલા શેયર થયેલી આ વીડિયોને 1 કરોડ કરતા વધારે વ્યૂઝ મળ્યા છે. યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગજબનો ડાન્સ કર્યો ભાઈ. બીજા યુઝરે લખ્યુ છે કે, છોકરીઓ પણ ડાન્સ જોઈ તાળી પાડવા લાગી, ખરેખર જોરદાર ડાન્સ કર્યો. આવી અનેક પ્રતિક્રિયા આ જોરદાર ડાન્સ વીડિયો પર જોવા મળી.આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો છે.