Viral Video : બિલાડીને પણ અરીસામાં જોઇને તૈયાર થવાનાં શમણા જાગ્યા, જુઓ બિલાડીનો પોઝ આપતો વીડિયો વાયરલ

|

Sep 05, 2021 | 8:41 PM

આ વીડિયો ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટમાં શેયર કરવામાં આવ્યો હતો અને જેણે પણ આ વીડિયો જોયો છે એમનાં તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે

Viral Video : બિલાડીને પણ અરીસામાં જોઇને તૈયાર થવાનાં શમણા જાગ્યા, જુઓ બિલાડીનો પોઝ આપતો વીડિયો વાયરલ
A viral video of a cat posing in a mirror

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર જનાવરોનાં ખૂબ સુંદર સુંદર વીડિયો શેર કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને શ્વાન અને બિલાડીના વીડિયો જેને વારંવાર જોવાનું મન થાય એવાં હોય છે. આજે અમે તમને એક એવો જ વીડિયો બતાવીએ છીએ જે જોઈને તમને ભરપૂર મનોરંજન મળશે.

વીડિયોમાં એક બિલાડી પલંગ પર બેસીને અરીસામાં પોતાને ક્યાં એંગલથી પોતે સુંદર લાગે છે એ શ્રેષ્ઠ એંગલ શોધવાનો પ્રયત્ન કરે છે અને અરીસો જોઈને એવી હરકતો કરે છે જે જોવા લાયક છે.
આ વીડિયોમાં અરીસો શોધી રહેલી બિલાડી પલંગ પર ચઢીને અરીસામાં જોઈને પોતાના પંજાને કાનની પાછળ લઈ જાય છે અને એ જોઈને જોનારા વ્યક્તિ એમ જ સમજે છે કે તે સાજ શણગાર કરી રહી હોય. અને પોતાને તૈયાર કર્યા બાદ પોતાના પ્રતિબિંબને મુગ્ધ થઈ જોયાં કરે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

 

સોશિયલ મીડિયા પર બિલાડીનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. અને આનાં પર અનેક લોકો કોમેન્ટ કરી રહ્યા છે જેમાં એક યુઝર દ્વારા ” જ્યારે કોઈ વ્યક્તિ અરીસો જોઈને જેવો પ્રતિભાવ આપે છે એવો જ પ્રતિભાવ આપે છે ” એવી કોમેન્ટ કરી હતી. તો બીજા યુઝર દ્વારા કરવામાં આવેલી કોમેન્ટ મુજબ વીડિયો ખૂબ ક્યૂટ છે અને આવી અનેક કોમેન્ટ આ વિડિયો પર યુઝર્સ દ્વારા કરવામાં આવી છે.

તમારી જાણકારી માટે જણાવી રહ્યા છીએ કે આ વીડિયો ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટમાં શેયર કરવામાં આવ્યો હતો અને જેણે પણ આ વીડિયો જોયો છે એમનાં તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો છે અને આ વીડિયોને અત્યાર સુધી એક લાખ કરતાં પણ વધુ જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો –

ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક અપાયા, સીએમ રૂપાણીએ કહ્યું વ્યકિતના ઘડતરમાં શિક્ષકોનું અમૂલ્ય યોગદાન

આ પણ વાંચો –

Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

આ પણ વાંચો –

Health Tips : મેથીના દાણાના આ ફાયદાઓ તમને ખબર નહીં હોય, જાણીને આજથી જ ચાલુ કરશો સેવન

Next Article