Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે

પેરાલિમ્પિક (Tokyo Paralympics) રમતો માટે ટોક્યો પહોંચેલા 54 પેરા ખેલાડીઓમાંથી 17 એ મેડલ જીત્યા છે. વડાપ્રધાન મોદીએ ગોલ્ડ મેડલ જીતવા પર કૃષ્ણા નાગરને શુભેચ્છા આપતા કહ્યુ હતુ કે, તેમની આ ઉપલબ્ધીએ પ્રત્યેક ભારતીયના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે.

Tokyo Paralympics: પીએમ મોદીએ રેકોર્ડ મેડલ જીતવા પર આપી શુભેચ્છા, કહ્યુ દરેક ભારતીયો સાથેની યાદો સાથે જોડાયેલ રહેશે
PM Narendra Modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 7:52 PM

ટોક્યો પેરાલમ્પિક (Tokyo Paralympics) રમતોમાં ભારતીય ખેલાડીઓના, રેકોર્ડ પ્રદર્શન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, ખેલાડીઓએ જે રીતે પ્રદર્શન કર્યું છે, તેનાથી રમત માટે લોકો પ્રોત્સાહિત થશે. ભારત દ્વારા ટોક્યો પેરાલમ્પિક રમતોમાં 5 ગોલ્ડ, 8 સિલ્વર અને 6 બ્રોન્ઝ મેડલ જીતીને પોતાનુ પોતાનુ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. જેનાથી દેશ મેડલ ટેબલમાં 24માં સ્થાન પર રહ્યો છે. જેમાં બેડમિન્ટનના ખેલાડીઓએ ચાર મેડલ મેળવ્યા છે. જેમાં 2 ગોલ્ડ અને એક સિલ્વર તેમજ એક બ્રોન્ઝ મેડલ સામેલ છે.

પીએમ મોદીએ પેરાલમ્પિક ગેમ્સનું સમાપન થયા બાદ રવિવારે ટ્વિટર પર લખ્યું, ભારતીય રમતોના ઇતિહાસમાં ટોક્યો પેરાલમ્પિકની એક ખાસ જગ્યા રહેશે. તે દરેક ભારતીયોની યાદ સાથે જોડાયેલ રહેશે અને ખેલાડીઓ પેઢીઓ સુધી રમતો સાથે જોડાઇ રહેવા માટે પ્રેરિત કરશે. આપણાં જૂથના (ટોક્યો પેરાલિમ્પિક)ના દરક સભ્ય એક ચેમ્પિયન છે. અને પ્રેરણા સ્ત્રોત છે.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

પ્રધાનમંત્રીએ આગળ લખ્યું હતુ, ભારત દ્વારા રેકોર્ડ સંખ્યામાં મેડલ જીતીને અમારા દિલને ખુશીથી ભરપૂર કરી દીધા છે. હું ખેલાડીઓને સતત મદદ માટે તેમના કોચ, સપોર્ટ સ્ટાર્ફ અને પરિવારની સારાહના કરવા ઇચ્છુ છું. અમે રમતમાં અને વધુ ભાગીદારી સુનિશ્વિત કરીને સફળતાઓ મેળવવાની આશાઓ રાખીએ છે.

તેમણે કહ્યું કે આ ઓલમ્પિક દરમ્યાન અસાધરણ સેવા, હર એક વસ્તુ પર બારીકીથી નજર રાખવા અને એકજૂટતા ખૂબ જ જરુરી સંદેશ ફેલાવવા માટે જાપાનના લોકો ખાસ કરીને ટોક્યો અને જાપાની સરકારની પ્રશસા કરવી જોઇએ.

પેરાલિમ્પિક રમતો માટે ટોક્યો પહોંચેલા 54 પેરા એથલેટમાંથી 17 એ મેડલ જીત્યા છે. ભારતે પાછળના રિયો ઓલિમ્પિક રમતોમાં ફક્ત 4 જ મેડલ મળ્યા હતા. ભારતે 1972 માં પ્રથમ વખત પેરાલિમ્પિકમાં હિસ્સો લીધો હતો. તેના બાદ થી તે પાછળના તબક્કા સુધી ભારતના ખાતામાં કુલ મળીને 12 જ મેડલ હતા.

કૃષ્ણા નાગર અને સુહાસ યથિરાજને પીએમની શુભેચ્છા

આ પહેલા રવિવારે સવારે પ્રધાનમંત્રી મોદીએ ગોલ્ડ મેડલ જીતવા પર કૃષ્ણા નાગરને શુભેચ્છા આપી હતી. તેઓએ કહ્યુ હતુ કે, તેમની આ ઉપલબ્ધીને પ્રત્યેક ભારતીયના ચહેરા પર મુસ્કાન લાવી દીધી છે. મોદીએ ટ્વીટ કર્યુ હતુ, અમારા બેડમિન્ટન ખેલાડીઓના ટોક્યો પેરાલિમ્પિકમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને જોઇને ખુશી થઇ રહી છે. કૃષ્ણા નાગરની શાનદાર ઉપલબ્ધી પ્રત્યેક ભારતીયના ચહેરા પર મુસ્કાન લઇને આવી છે. સુવર્ણ ચંદ્રક જીતવા પર તેમને શુભેચ્છા. ભવિષ્યમાટે તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ.

પીએમ મોદીએ આઇએએસ અધિકારી સુહાસ યથિરાજને પેરાલિમ્પિક રમતોમાં સિલ્વર મેડલ જીતવા માટે શુભેચ્છા આપતા રમત અને સેવાનો અદ્ભૂત સંગમ દર્શાવ્યો હતો. વડાપ્રધાને ટ્વીટ કરીને લખ્યુ, સેવા અને રમતનો અદભૂત સંગમ. સુહાસ યથિરાજે પોતાની અસાધરણ રમત વડે પૂરા દેશને ખૂશ કરી દીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા પર તેમને શુભેચ્છા આપી હતી. ભવિષ્યની પ્રતિયોગિતાઓ માટે તેમને શુભકામનાઓ પાઠવી હતી.

આ પણ વાંચોઃ IND vs ENG: મુખ્ય કોચ રવિ શાસ્ત્રી કોરોના પોઝિટીવ , ટીમ ઇન્ડીયાના ચાર સભ્યો આઇસોલેશનમાં ખસેડાયા

આ પણ વાંચોઃ IND vs ENG: કેએલ રાહુલને અમ્પાયર પર ગુસ્સો કરવો ભારે પડ્યો, હવે ભરવો પડશે મોટો દંડ

Latest News Updates

રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
g clip-path="url(#clip0_868_265)">