AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : હેવાનિયતે હદ વટાવી…નશો કરીને જાહેરમાં ગરીબ માણસ પર કર્યો પેશાબ, લોકોએ કહ્યુ, આને જેલમાં નાખો

Viral Video:વાયરલ થઈ રહેલો આ વીડિયો મધ્યપ્રદેશનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ ખૂબ જ નિર્લજ્જતાથી સિગારેટ પીતી વખતે અન્ય વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે.

Viral Video : હેવાનિયતે હદ વટાવી...નશો કરીને જાહેરમાં ગરીબ માણસ પર કર્યો પેશાબ, લોકોએ કહ્યુ, આને જેલમાં નાખો
viral video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 8:30 PM
Share

Viral Video: આપણી આજુબાજુ ઘણીવાર એવા ઘણા ગંદા કૃત્યો જોવા મળે છે, જેને જોઈને લોહી ઉકળી ઉઠે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ગુસ્સાથી ભરાઈ જશો. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ જાહેરમાં, અન્ય વ્યક્તિ પર પેશાબ કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરનાર આ વ્યક્તિ પર સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનો ગુસ્સો બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થતા આવા વીડિયો તમે બહુ ઓછા જોયા હશે. આ વીડિયો જોઈને તમે પણ કહેશો કે આવા લોકોની જગ્યા માત્ર અને માત્ર જેલમાં હોવી જોઈએ.

હેવાનિયતનો Viral Video

વાયરલ થઈ રહેલો આ વીડિયો મધ્યપ્રદેશનો જણાવવામાં આવી રહ્યો છે. આ વીડિયો માનવતાને શર્મશાર કરી નાખે તેવો છે. આ વિડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે કેવી રીતે લુખ્ખાઓ નિર્ભયતાથી કંઈ પણ કરતા જોવા મળે છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નીચે બેઠેલા અન્ય વ્યક્તિ પર પેશાબ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં જે વ્યક્તિ પેશાબ કરી રહ્યો છે તે સિગારેટ પીતી વખતે બેદરકારીથી આ પ્રકારનું બેશરમ કામ કરી રહ્યો છે. માનવતાને શર્મસાર કરતો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ યુઝર્સે તેની ધરપકડની માંગ શરૂ કરી દીધી હતી. લોકો પૂછવા લાગ્યા કે આ ગુનેગારની ધરપકડ થઈ કે નહીં.

યુઝર્સ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે

હવે આ વીડિયોને લઈને યુઝર્સની કમેન્ટ્સ પણ આવવા લાગી છે. આ વીડિયો પર એક યુઝરે લખ્યું છે કે, ‘આવા હેવાન લોકોને શરિયા કાયદા હેઠળ સજા મળવી જોઈએ જેથી કરીને આવુ કૃત્ય ફરીથી જોવા ન મળે’. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ માણસ કેટલો હેવાન છે’ આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ આ હેવાન સામે કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનું ટ્વીટ

આ વીડિયોની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે આરોપીઓ વિરુદ્ધ NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું, ‘સીધી જિલ્લાનો એક વાયરલ વીડિયો મારા ધ્યાન પર આવ્યો છે… મેં પ્રશાસનને ગુનેગારની ધરપકડ કરવા અને કડક કાર્યવાહી કરવા અને NSA લાગુ કરવા સૂચના આપી છે.’

વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રીએ પહોંચશે ગરમીનો પારો
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
ઈરાન-ઈઝરાયલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે દુબઈમાં અટવાયો સુરતનો આખો પરિવાર
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
શું યુદ્ધ લાંબુ ચાલશે તો પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે ?
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે પાલનપુરના 20 યુવકો દૂબઈમાં અટવાયા
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ઈઝરાયેલ-અમેરિકાએ ઈરાનના કોર્ણાક નેવલ બેઝ પર કર્યો હુમલો
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
ફરી એકસાથે દેખાયા ભાજપના જયેશ રાદડિયા અને AAPના ગોપાલ ઈટાલિયા
g clip-path="url(#clip0_868_265)">