Viral Video : હાઈવે પર ગાડીઓ વચ્ચે લેન્ડ થયુ પ્લેન, ખતરનાક અકસ્માતનો વીડિયો થયો વાયરલ

|

Aug 11, 2022 | 5:14 PM

shocking video : પ્લેન સામાન્ય રીતે તેના રનવે પર લેન્ડ થતુ હોય છે. પણ આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પ્લેન હાઈવે પર ગાડીઓ વચ્ચે લેન્ડ થઈ રહ્યુ છે.

Viral Video : હાઈવે પર ગાડીઓ વચ્ચે લેન્ડ થયુ પ્લેન, ખતરનાક અકસ્માતનો વીડિયો થયો વાયરલ
Viral Video
Image Credit source: Twitter

Follow us on

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે જ્યારે પણ ઘરની બહાર નીકળે કે કોઈ પ્રવાશે જાય તો તેની યાત્રા સારી અને સુરક્ષિત રહે. દરેક વ્યક્તિ પોતાના પરિવાર સાથે આનંદ અને સુરક્ષિત રીતે જીવન જીવવા માંગે છે. પણ કેટલીકવાર અકસ્માતને કારણે પ્રિય વ્યકિતઓ હંમેશા માટે દૂર જતા રહે છે અને પરિવાર વેરવિખેર થઈ જાય છે. અકસ્માત નાનો હોય કે મોટો તે માનસિક, આર્થિક અને શારીરિક રીતે નુકશાન કરે જ છે. તેની ડરામણી યાદો અને ઘાવ વ્યક્તિના જીવનમાં હંમેશા રહે જ છે. દુનિયામાં આવા અકસ્માતો રોજ બનતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ આવા અકસ્માતોના વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં આવા જ એક અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો છે. એક પ્લેન તેના રનવે પર લેન્ડ થવાની જગ્યાએ એક હાઈવે પર લેન્ડ (Plane Landed On Highway) થઈ જાય છે, જેને કારણે મોટો અકસ્માત થાય છે.

આ વાયરલ વીડિયો અમેરિકાના કેલિફોર્નિયાનો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે એક હાઈવે પર વહાનોની અવરજવર વચ્ચે એક નાનુ પ્લેન ઈમરજન્સી લેંડિગ કરી રહ્યુ છે. તેની એક વિંગ હાઈવે પરથી પસાર થતા ટ્રક સાથે અથડાય છે. તે વિંગને ભારે નુકશાન થાય છે. આ પ્લેન હાઈવે સાથે અથડાય છે અને તેમાં આગ લાગે છે. ચારે તરફ આગના કાળા ઘુમાડા જોવા મળે છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ભયાનક અકસ્માતમાં પ્લેનનો પાયલટ અને બીજા યાત્રીઓ સુરક્ષિત બચી જાય છે. ટેકનીકલ ખામીને કારણે આ પ્લેનની લેડિંગ કરાવી પડી હતી. સારી વાત એ છે કે, આ ખતરનાક અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર Mike Baggz નામના વ્યક્તિના ટ્વિટર હેન્ડલ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો જોઈ લોકો ચોંકી ગયા છે. લોકોને એ જ પ્રશ્ન હતો કે આ ખતરનાક અકસ્માતમાંથી પ્લેનનો પાયલટ બચી શક્યો કે કેમ ? આ અકસ્માતના વીડિયોને લોકોએ એકબીજા સાથે ખુબ શેર કર્યો હતો.

Next Article