8 યુવકના મ્યૂઝિકલ બેન્ડે જીતી લીધુ ભારતીયોનું દિલ, લોકો એ કહ્યું આ જ છે સાચી ભારતીય સંસ્કૃતિ!

|

Nov 22, 2022 | 10:51 PM

ભગવાનની પૂજા-અર્ચન સાથે પણ સંગીત જોડાયેલુ છે. સોશિયલ મીડિયા પર આવા ભજનના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો એ ભારતીયોનું દિલ જીતી લીધુ છે. 

8 યુવકના મ્યૂઝિકલ બેન્ડે જીતી લીધુ ભારતીયોનું દિલ, લોકો એ કહ્યું આ જ છે સાચી ભારતીય સંસ્કૃતિ!
Musical band Viral Video
Image Credit source: Twitter

Follow us on

સંગીત એ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે. સંગીતથી માણસના રોમેરોમમાં નવી ઊર્જા આવે છે. દરેક વ્યક્તિને અલગ અલગ પ્રકારનું સંગીત પ્રિય હોય છે. સાંસ્કૃતિ સંગીતથી લઈને આધુનિક રેપ સોન્ગ સુધી આપણે દુનિયામાં સંગીતના અનેક પ્રકાર સાંભળી શકીએ છે. ભારતીય સંસ્કૃતિમાં વર્ષોથી ભજન-સંગીત જોડાયેલું છે. ભગવાનની પૂજા-અર્ચન સાથે પણ સંગીત જોડાયેલુ છે. સોશિયલ મીડિયા પર આવા ભજનના અનેક વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયો એ ભારતીયોનું દિલ જીતી લીધુ છે.

વાયરલ વીડિયોમાં એક રુમમાં 8 યુવકો જોવા મળી રહ્યા છે. તેમાંથી ઘણા પાસે સંગીતના સાધનો પણ જોવા મળે છે. તેઓ શ્રી રામ સંબંધિત એક ભજન એક સાથે સૂરમાં ગાઈ રહ્યા છે. તેઓ ‘नगरी हो अयोध्या सी, रघुकुल सा घराना हो, और चरण हो राघव के, जहां मेरा ठिकाना हो.’ હિન્દી ભજન એક સૂરમાં ગાઈ રહ્યા છે. તેમના મોંઢા પર તે સમયે ખુશી જોવા મળી રહી છે. તેઓ આ ભજન દિલથી ગાઈ રહ્યા છેે. દિલથી ગાવવામાં આવેલુ આ ભજન આજે હજારો દિલો સુધી પહોંચ્યુ છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થયો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આ રહ્યા એ વાયરલ  વીડિયો

 

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આવા યુવાનો જ દેશની સંસ્કૃતિની રક્ષા કરશે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, આ જ છે સાચી ભારતીય સંસ્કૃતિ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, વાહ આ વીડિયો જોઈ મારુ દિલ ખુશ ખુશ થઈ ગયુ .

Next Article