Video : સિંહણનો વીડિયો બનાવી રહ્યો હતો આ યુવક, ત્યારે જ તે ઘુસી ગઈ ગાડીમાં ! પછી તો જોવા જેવી થઈ

|

Sep 25, 2021 | 4:21 PM

જંગલ સફારીનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ સિંહણનો વીડિયો બનાવી રહ્યો છે, પરંતુ બાદમાં કંઈક એવુ થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : સિંહણનો વીડિયો બનાવી રહ્યો હતો આ યુવક, ત્યારે જ તે ઘુસી ગઈ ગાડીમાં ! પછી તો જોવા જેવી થઈ
A man was making video of lioness

Follow us on

Viral Video: સોશિયલ મીડિયાની પર અવારનવાર જંગલી પ્રાણીઓના વીડિયો (Animal Video) વાયરલ થતા જોવા મળે છે,ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક સિંહણ અચાનક સફારીની મજા માણતા લોકોની કારમાં ઘુસી જાય છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

સિંહણનો વીડિયો બનાવી રહ્યો હતો આ યુવક

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

વાયરલ થઈ રહેલા આ જોઈ શકાય છે કે એક વ્યક્તિ સફારી (Safari)દરમિયાન પોતાના મોબાઈલ ફોન પર સિંહણનો વીડિયો બનાવી રહ્યો છે. સાથે કેટલાક અન્ય લોકો પણ કારમાં બેઠેલા જોવા મળે છે. પરંતુ બાદમાં સિંહણ કારમાં ઘુસી જાય છે.કારમાં બેસેલા દરેક વ્યક્તિના શ્વાસ અધ્ધર થઈ જાય છે.બાદમાં આ સિંહણ (Lioness)તેમના પર હુમલો કરવાને બદલે તેમને ગળે ગળે લગાવે છે.આ વીડિયો જોઈને તમને પણ આશ્વર્ય થશે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી @Jamie24272184 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. સાથે કેપ્શનમાં લખવામાં આવ્યુ છે કે,ઓ હોલી હેલ ! આ વીડિયો હાલ સોશિયલ મીડિયા(Social Media)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.લોકો આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા યુઝર્સ રમુજી પ્રતિક્રિયા આપી રહ્યા છે

જેમાં એક યુઝર્સ લખ્યુ કે,જો કોઈ સિંહણને ગળે લગાવવાનો ઈનકાર કરશે,તો તેનું માથુ ગુમાવશે.જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,સારૂ થયુ તે ભુખી નહોતી,જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments)આપતા જોવા મળી રહ્યા છે.આ 11 સેન્ડનો વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

 

આ પણ વાંચો: Video : કાગડાએ ડિલીવરી ડ્રોન પર કર્યો હુમલો, પછી જે થયુ તે જોઈને તમે પણ ચોંકી જશો !

આ પણ વાંચો:  દેશના કેટલાક એવા રેલવે સ્ટેશન, જેનું નામ જ નથી……….તો મુસાફરો ક્યાંની ટિકિટ લેતા હશે ?

Next Article