Viral Video : પોતાના બચ્ચાને બચાવવા અજગર સાથે લડી પડી માદા કાંગારુ, વીડિયો જોઈ લોકોએ કહ્યુ – મા તે મા

|

Aug 12, 2022 | 8:50 PM

માતાથી (Mother) દૂર રહેવાનો સમય આવે છે ત્યારે બાળકોને માતાનું સાચુ મહત્વ સમજાય છે. જેની માતા પૃથ્વી પર હયાત નથી તેને માતાનું મહત્વ વધારે ખબર હોય છે. પ્રાણીઓમાં પણ મા જેવી મમતા હોય છે.

Viral Video : પોતાના બચ્ચાને બચાવવા અજગર સાથે લડી પડી માદા કાંગારુ, વીડિયો જોઈ લોકોએ કહ્યુ - મા તે મા
Viral Video
Image Credit source: twitter

Follow us on

મા તે મા.. જન્મથી લઈને બાળકના મોટા થવા સુધી દરેક મા પોતાના બાળકની સુરક્ષા, પાલન પોષણ અને પ્રગતિની જવાબદારી પોતાના માથે લઈ લે છે. લાખો તકલીફો છતા તે પોતાના બાળકને તમામ સુવિધા આપવાનો પ્રયાસ કરે છે. પણ આજકાલની પેઢી પોતાની માતાનો અનાદર કરતા જોવા મળે છે. જ્યારે માતાથી (Mother) દૂર રહેવાનો સમય આવે છે ત્યારે બાળકોને માતાનું સાચુ મહત્વ સમજાય છે. જેની માતા પૃથ્વી પર હયાત નથી તેને માતાનું મહત્વ વધારે ખબર હોય છે.પ્રાણીઓમાં મા જેવી મમતા હોય છે. તે પોતા બાળકોની સુરક્ષા માટે ચારે તરફ નજર રાખે છે અને તેને દરેક ખતરાથી બચાવે છે. હાલમાં માદા કાંગારુનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ (Viral Video) થયો છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે માદા કાંગારૂ પોતાના બાળકને બચાવવા માટે એક વિશાળ અજગર સાથે અથડામણ કરે છે. વીડિયોમાં અજગર નાના કાંગારૂને પકડતો જોઈ શકાય છે. બાળક પોતાને અજગરની પકડમાંથી છોડાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, પરંતુ નિષ્ફળ જાય છે. તે જ સમયે બાળકને આ સ્થિતિમાં જોઈને માદા કાંગારૂ દૂર રહેતી નથી અને જીવની પરવા કર્યા વિના તે અજગર લડે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે માદા કાંગારૂ પોતાના બાળકને બચાવવા માટે કેટલા પ્રયાસો કરી રહી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વીડિયોને wildtrails.in નામના એકાઉન્ટથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું છે કે, ‘માતાનો નિઃસ્વાર્થ પ્રેમ.’ આ વીડિયો જોત જ જોતામાં વાયરલ થઈ ગયો છે. હજારો લોકોએ વીડિયોને પસંદ કર્યું છે. આ વીડિયોને લોકોએ ખુબ શેર કર્યો છે. અને લોકોએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.

Next Article