Pakistan Funny Viral Video : પાકિસ્તાનમાં ડોનાલ્ડ ટ્રમ્પનો હમસકલ વેચી રહ્યો છે કુલ્ફી, વાયરલ વીડિયો જોઈને લોકો મૂંઝાયા
પાકિસ્તાનમાં કુલ્ફી વેચતા એક વ્યક્તિનો વીડિયો જે બિલકુલ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો દેખાય છે, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કુર્તા-પાયજામા પહેરેલો આ વ્યક્તિ ગીત ગાઈ રહ્યો છે અને કુલ્ફી વેચતો જોવા મળે છે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને બિઝનેસમેન ડોનાલ્ડ ટ્રમ્પ અવાર-નવાર સમાચારોમાં રહે છે. ક્યારેક તે પોતાના નિવેદનોને કારણે ચર્ચાનો વિષય બને છે. તો ક્યારેક પોતાના વિચિત્ર કાર્યોને કારણે ચર્ચામાં રહે છે. હવે ફરી એકવાર તેની ચર્ચા થઈ રહી છે અને તે પણ સોશિયલ મીડિયા પર. એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક પાકિસ્તાની વ્યક્તિ કુલ્ફી વેચતો જોવા મળે છે અને તેનો દેખાવ બિલકુલ ડોનાલ્ડ ટ્રમ્પ જેવો છે.
આ પણ વાંચો : Viral Video : આને કહેવાય દેશી જુગાડ ! બાળકને બેસાડ્યો દૂધના કન્ટેનરમાં, રિતેશ દેશમુખે શેર કર્યો Funny Video
ફક્ત તેનો ફેસ જ નહીં પરંતુ આ વ્યક્તિના વાળ પણ એકદમ ટ્રમ્પ જેવા દેખાય છે. હવે આ વીડિયો જોયા બાદ કેટલાક લોકો કન્ફ્યુઝ થઈ ગયા છે અને કહી રહ્યા છે કે આ વ્યક્તિ બિલકુલ ટ્રમ્પ જેવો દેખાય છે.
વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી
વીડિયોમાં તમે જોઈ શકો છો કે વ્યક્તિ ગીત ગાઈને કુલ્ફી વેચી રહ્યો છે. તેણે કુર્તા અને પાયજામા પહેર્યા છે અને કુલ્ફી વેચવા માટે હાથલારી લઈને રસ્તા પર ઉભો છે. આ વીડિયો એવો છે કે તેને જોયા પછી તમે એક ક્ષણ માટે છેતરાઈ જશો, કે શું આ વ્યક્તિ ખરેખર ડોનાલ્ડ ટ્રમ્પ છે! જો કે ડોનાલ્ડ ટ્રમ્પનો આ વીડિયો જુનો છે. વર્ષ 2021માં પણ તે સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આજે ફરી એકવાર તેણે સોશિયલ મીડિયો પર ધૂમ મચાવી છે.
અહીં જુઓ Funny Viral Video……
If Donald Trump was born in Pakistan.pic.twitter.com/In2yTdHYdL
— Figen (@TheFigen_) October 8, 2023
(Credit Source : @TheFigen_)
પાકિસ્તાનમાં કુલ્ફી વેચતા ડોનાલ્ડ ટ્રમ્પનો આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર @TheFigen_ નામના અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, જો ડોનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનમાં જન્મ્યા હોત તો આજે લગભગ આવો જ બિઝનેસ કરતા હોત. માત્ર 12 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 3 મિલિયન એટલે કે 30 લાખ વખત જોવામાં આવ્યો છે. 34 હજારથી વધારે વખત લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે.
આ વીડિયોને જોયા પછી યુઝર્સ વિવિધ સરસ મજાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. કેટલાક કહી રહ્યા છે કે ટ્રમ્પ આ અવતારમાં ખૂબ જ ક્યૂટ લાગી રહ્યા છે તો કેટલાક લોકો કહી રહ્યા છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે પાકિસ્તાનમાં સ્થાયી થયા છે અને નવો બિઝનેસ શરૂ કર્યો છે.