Viral : માત્ર આ શરતનું પાલન કરીને મફતમાં કરો મુસાફરી, આ રિક્ષાવાળાની અજીબોગરીબ શરત સાંભળીને તમને પણ થશે આશ્વર્ય !

|

Nov 24, 2021 | 12:55 PM

પશ્ચિમ બંગાળનો એક ઈ-રિક્ષા ડ્રાઈવર આજકાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.આ રિક્ષાવાળો લોકોને સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલા કેટલાક પ્રશ્નો પૂછે છે, જેના સાચા જવાબ આપવા પર તે તેને મફતમાં મુસાફરી કરાવે છે.

Viral : માત્ર આ શરતનું પાલન કરીને મફતમાં કરો મુસાફરી, આ રિક્ષાવાળાની અજીબોગરીબ શરત સાંભળીને તમને પણ થશે આશ્વર્ય !
Viral Story of Rickshawala

Follow us on

Viral :  સોશિયલ મીડિયાની દુનિયામાં આ દિવસોમાં એક ઈ-રિક્ષા ડ્રાઈવરે (E Ricksha Driver)સૌ કોઈનું ધ્યાન ખેંચ્યુ છે. આ ઈ-રિક્ષાવાળો લોકોને સામાન્ય જ્ઞાન સાથે જોડાયેલા 15 પ્રશ્નો પૂછે છે, જો સાચા જવાબ આપવામાં આવે તો તે તેમની પાસેથી પૈસા વસૂલતો નથી. તમને સાંભળીને વિચિત્ર લાગતુ હશે, પરંતુ આ સત્ય છે. તમને જણાવી દઈએ કે, આ રિક્ષાવાળો પશ્ચિમ બંગાળના હાવડાનો રહેવાસી છે. હવે આ વ્યક્તિની સ્ટોરી સોશિયલ મીડિયા (Social media) પ્લેટફોર્મ ફેસબુક પર વાયરલ થઈ રહી છે.

સંકલન સરકાર નામના ફેસબુક યુઝરે હાવડા જિલ્લાના (Havda District) લીલુહાના રહેવાસી સુરંજન કર્માકરની સ્ટોરી પોતાના એકાઉન્ટ પર શેર કરી છે, જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. સંકલનની પોસ્ટ મુજબ, સુરંજન સામાન્ય જ્ઞાનના 15 પ્રશ્નોના સાચા જવાબ આપતા મુસાફર પાસેથી એક પણ પૈસા લેતો નથી.

રિક્ષાવાળાની અજીબોગરીબ શરત

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

ફેસબુક પોસ્ટમાં, સંકલને લખ્યુ છે કે, તે એક ખૂબ જ રસપ્રદ વ્યક્તિને મળ્યો. તેઓ ઈ-રિક્ષામાં રંગોલી મોલ તરફ જઈ રહ્યા હતા. દરમિયાન, રિક્ષાવાળા એટલે કે સુરંજને તેને કહ્યું કે જો તે તેના 15 પ્રશ્નોના સાચા જવાબ આપશે, તો તે તેમની પાસેથી ભાડું નહીં લે. આ સાંભળીને અમને ખુબ આશ્ચર્ય થયું. પહેલાં તો મેં વિચાર્યું કે જો હું તેના એક પણ પ્રશ્નનો જવાબ ન આપી શકું તો તે મારું ભાડું બમણું કરી દેશે.

જુઓ વાયરલ પોસ્ટ

જો કે બાદમાં સંકલને રીક્ષાવાળાને કહ્યું કે તમે પ્રશ્નો પૂછી શકો છો. તે પ્રશ્નો હતા જન ગણ મન અધિનાયક કોણે લખ્યું છે ? ,પશ્ચિમ બંગાળના પહેલા મુખ્યમંત્રી કોણ હતા? જેનો સંકલને ખોટો જવાબ આપ્યો હતો. બે-ત્રણ પ્રશ્નો સિવાય સંકલનના અન્ય તમામ જવાબો સાચા નીકળ્યા.

જનરલ નોલેજનો શોખીન છે આ રિક્ષાવાળો

આ દરમિયાન ડ્રાઈવર સુરજંને સંકલનને જણાવ્યું કે, આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે તેણે છઠ્ઠા ધોરણ પછી અભ્યાસ છોડવો પડ્યો હતો. પરંતુ તે દરરોજ બપોરે 2 વાગ્યા સુધી જનરલ નોલેજ(General Knowledge)  વિશે વાંચતા રહે છે. તેણે કહ્યું કે તે લાલિયા બુક ફેર ફાઉન્ડેશનનો સભ્ય પણ છે. તમને જણાવી દઈએ કે, સુરંજન અદ્ભુત ઓટોવાળાના નામથી પણ પ્રખ્યાત છે.

 

આ પણ વાંચો: 63 વર્ષની ઉંમરે દાદીએ લગાવ્યા ઠુમકા, દિલજીત દોસાંજના આ સોન્ગ પર કર્યો જબરદસ્ત ડાન્સ

આ પણ વાંચો: TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: એમ કહેવાય છે સ્ત્રી વગર ઘર સૂનું છે, સ્ત્રી વગર ઘર ના ચાલે….

Next Article