AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video : 1999ની બોલિવૂડ ફિલ્મ ‘મધર’ નો સીન થયો વાયરલ, જુઓ આ મજેદાર વીડિયો

બોલિવૂડ ફિલ્મ 'મધર'નું એક સીન સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, વાયરલ થઈ રહેલા આ વીડિયોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.

Viral Video : 1999ની બોલિવૂડ ફિલ્મ 'મધર' નો સીન થયો વાયરલ, જુઓ આ મજેદાર વીડિયો
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2021 | 11:27 AM
Share

Viral Video :  સોશિયલ મીડિયા પર દરરોજ કંઇક વાયરલ (Viral)થાય છે. ક્યારેક ડાન્સ-સિંગિંગ વીડિયો અને ક્યારેક ફાઇટ સીન ઇન્ટરનેટ પર છવાઈ જાય છે. તો ઘણી વખત ટીવી સિરિયલ અથવા ફિલ્મના સીન પણ ટ્રેન્ડ થતા જોવા મળે છે,ત્યારે તાજેતરમાં 90 ના દાયકાની બોલિવૂડ ફિલ્મ ‘મધર’ના (Mother)એક સીન ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેને સોશિયલ મીડિયા પર ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, બોલીવુડ ફિલ્મ ‘મધર’ 1999 માં આવી હતી. જેમાં રેખા, રણધીર કપૂર, શશિકલા, સનોબર કબીર જેવા ઘણા મોટા કલાકારો જોવા મળ્યા હતા. પરંતુ અચાનક 22 વર્ષ પછી, આ ફિલ્મ ફરી ચર્ચામાં આવી છે, અને આ ફિલ્મનો એક સીન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

ફિલ્મના ડાયલોગે ખેંચ્યું લોકોનું ધ્યાન

વર્ષો પછી વાયરલ થયેલા આ સીનમાં, અભિનેતા (Actor) તેની માતાને તેની ગર્લફ્રેન્ડ જિયા (Jiya) વિશે જણાવી રહ્યો છે. જો કે, તેની માતા જિયા વિશે જાણવા માટે ખૂબ ઉત્સુક નથી કારણ કે તે તેમના વર્ગની નથી. સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન આકર્ષિત કરતા આ વીડિયોમાં ડાયલોગ અને સ્ક્રીનને અજીબ રીતે રજૂ કરવામાં આવ્યા છે,જેથી લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે.

તમને જણાવી દઈએ કે,Jibran Siddiqui નામના યુઝરે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (Twitter) પર આ વીડિયોને શેર કર્યો છે, અને સાથે કેપ્શનમાં લખ્યું કે, “ઓસ્કર વિજેતા અભિનય, તમે આ એકલા ન જુઓ.” માતા અને પુત્ર વચ્ચેની ટકરાવ તમને વધુ હસાવશે. આ વીડિયો હાલ ટ્વિટર સહિત તમામ સોશિયલ મીડિયા (Social Media) પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યુ છે. અત્યાર સુધીમાં આ વીડિયોને માત્ર ટ્વિટર પર 3.8 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે.

‘ક્લાસ’ શબ્દનો કેટલી વખત ઉપયોગ થાય છે?

સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને પસંદ કરી રહ્યા છે અને સાથે અલગ અલગ પ્રતિક્રિયા પણ આવી રહ્યા છે, જેમાં આ વીડિયો શેર કરનાર સિદ્દીકીએ પણ ‘ક્લાસ’ શબ્દનો કેટલી વખત ઉપયોગ કર્યો તે અંગે કટાક્ષ કર્યો હતો. ઉપરાંત સોશિયલ મીડિયા પર આ વીડિયોને લઈને વિવિધ પ્રકારના મેમ્સ અને જોક્સ (Jokes) બનાવવામાં આવી રહ્યા છે. લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે પણ તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. અને લોકો એક્ટર્સની મજાક પણ ઉડાવી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video : એક વ્યક્તિ રેલવે ટ્રેક પર બેહોશ થઈને પડી ગયો, પછી જે થયુ એ જોઈને તમે પણ થઈ જશો આશ્વર્યચકિત !

આ પણ વાંચો:  Video : નાના ભાઈ-બહેનની જોડીએ કર્યો જબરદસ્ત ડાન્સ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ખુશ !

g clip-path="url(#clip0_868_265)">