Viral : આ ટેણિયાએ ન્યૂટનના ચોથા નિયમ સાથે જોડ્યો કોરોના ! જોઈને લોકોએ કહ્યુ ‘નોબેલ પ્રાઈઝનો દાવેદાર’
આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક તસવીર ખુબ વાયરલ થઈ રહી છે. જેમાં એક બાળકે ન્યૂટનનો ચોથો નિયમ જે રીતે સમજાવ્યો છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.
Viral Photos : કોરોનાની બીજી લહેરમાં વધતા સંક્રમણને કારણે શૈક્ષણિક સંસ્થાઓ (Education Institute) બંધ કરવાની ફરજ પડી હતી.ત્યારે કોરોના મહામારીની સૌથી વધુ અસર બાળકોના માનસ પર પડી છે. વકરેલા કોરોનાને(Corona) કારણે બાળકો ઓનલાઈન શિક્ષણ લેવા મજબૂર બન્યા હતા. જો કે કોવિડ કેસમાં (Covid Case) ઘટાડો થતા ફરી શાળાઓ ખુલી છે,ત્યારે આ રોગચાળાના કારણે શાળાઓ ક્યારેક ખુલી રહી છે તો ક્યારેક બંધ થઈ રહી છે. જેના કારણે વિદ્યાર્થી ભારે પરેશાન છે. આ દિવસોમાં વાયરલ થઈ રહેલી તસવીર(Viral Photos) પરથી તમે વિદ્યાર્થીની હાલતનો અંદાજ લગાવી શકો છો.
વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો છે. કોવિડને કેન્દ્રમાં રાખીને આ બાળકે ન્યૂટનના ચોથા નિયમ વિશે લખ્યું છે કે, ‘જ્યારે કોરોના વધે છે ત્યારે શિક્ષણ ઘટે છે અને જ્યારે કોરોના ઘટે છે ત્યારે શિક્ષણ વધે છે. એટલે કે, કોરોના અભ્યાસના વિપરિત પ્રમાણસર છે. બાળકે તેને સરળ સૂત્રના રૂપમાં પણ સમજાવ્યું છે.’
જુઓ વાયરલ તસવીર
‘कोविड काल’ का न्यूटन. pic.twitter.com/5kZRckVBhP
— Awanish Sharan (@AwanishSharan) January 4, 2022
વાયરલ થઈ રહેલી આ તસવીર IAS અવનીશ શરણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેને અત્યાર સુધીમાં 11 હજારથી વધુ લાઈક્સ અને 1.4 હજારથી વધુ રીટ્વીટ થઈ ચૂક્યા છે. આ સાથે ઘણા યુઝર્સે આ તસવીર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.
— Lucky*@pk (@Luckypk14) January 4, 2022
2020 में कोरोना मार्च से साल बर्बाद किया 2021 वाला कोरोना अप्रैल से साल बर्बाद किया लेकिन ई 2022 वाला कोरोना तो जनवरी से ही साल बर्बाद करने पर तुला है
— Siddhartha Giri🇮🇳 (@Siddhartha_Giri) January 4, 2022
वाह..! महान बालक😂😂
— Prashant Kumar🇮🇳 (@iamPrashant011) January 4, 2022
सही जोड़ लगाये हो
— Paramjeet singh Rathore (@Paramjeetsinghz) January 4, 2022
Exception है । ये नियम सिर्फ स्कूल मे पढ़ने वाले बच्चों के लिए लागू होता है। किसी भी प्रतियोगी परीक्षा( bank ,ssc, upsc etc) की तैयारी करने वाले बच्चों को इस सबसे कोई फर्क नहीं पड़ता । – न्यूटन के चाचा
— Darkprakash (@Prakash_1S) January 5, 2022
આ પણ વાંચો : Video : નદી પાર કરવા આ યુવકે અપનાવ્યો શોર્ટકટ, પછી જે થયુ તે જોઈને તમને પણ હસવુ આવશે