AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લ્યો બોલો.. સાપે બાળકને માર્યો ડંખ પણ બાળક બચી ગયો અને સાપ મરી ગયો! ડોકટરો પણ ચોંકી ગયા

Viral news : બિહારમાં એક ચોંકાવનાકરી ઘટના બની છે. તમને જાણીને નવાઈ લાગશે કે એક 4 વર્ષના બાળકને ડંખ મારવાના થોડા સમયમાં સાપ તડપી તડપીને મરી ગયો.

લ્યો બોલો.. સાપે બાળકને માર્યો ડંખ પણ બાળક બચી ગયો અને સાપ મરી ગયો! ડોકટરો પણ ચોંકી ગયા
Viral newsImage Credit source: wikipedia
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 6:55 PM
Share

દુનિયામાં દરરોજ અજીબોગરીબ ઘટના બનતી રહે છે. બિહારમાં (Bihar) પણ એવી જ એક અજીબોગરીબ ઘટના બની છે. જ્યાં એક ઝેરી સાપે 4 વર્ષના માસૂમ બાળકને ડંખ માર્યો હતો (Bihar Snake Bite Child Death Himself). ચોંકાવનારી વાત એ છે કે બાળકને ડંખ માર્યા બાદ થોડી જ વારમાં સાપનું મોત થયું હતું. સાથે જ સાપે ડંખ મારેલું બાળક સુરક્ષિત છે. ઝેરી સાપના મોતથી સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા. લોકોના મનમાં એ જ સવાલ થઈ રહ્યો છે કે આ કઈ રીતે થયુ. તમારા પરિવારજનને સાંપે ડંખ માર્યો છે, આ વાત સાંભળતા જ આપણે કેવા ચોંકી જાય છે. તો વિચાર કરો એ બાળકની માતા વિશે , કેવી હાલત થઈ હશે તેની.

આ મામલો બિહારના ગોપાલગંજનો છે, જ્યાં એક 4 વર્ષનો બાળક તેના મમ્મી સાથે તેમા નાનાના ઘરે આવ્યો હતો. ઘરની બહાર રમી રહ્યો હતો, તે દરમિયાન બાળકને સાપ કરડ્યો અને ત્યાં જ સાપનું મોત થઈ ગયું. આ ઘટના વિશે માહિતી આપતાં બાળકની માતાએ જણાવ્યું કે, આ ઘટનાના સાક્ષી એવા ઘણા લોકો પણ ત્યાં હાજર હતા. સાપના ડંખ બાદ બાળક રડતો રડતો ઘરે આવ્યો ત્યારે તેને સમજાતું નહોતું કે શું કરવું. બાળકની માતાએ જણાવ્યું કે જ્યારે તેના મામાએ મરેલા સાપને બહાર જોયો તો તેમને વિશ્વાસ જ ન આવ્યો કે આવું બની શકે છે.

સાપનું મોત, બાળક સ્વસ્થ

બાળકના પરિવારજનોએ જણાવ્યું કે બાળકને કરડ્યા બાદ ઝેરી કોબ્રા સાપ 3 થી 4 મિનિટ પછી પોતાની મેળે જ મરી ગયો. કોઈએ તેને માર્યો પણ નહીં. સંબધીઓ આ ઘટના બનતા જ બાળકની સાથે સાથે મૃત સાપને પણ હોસ્પિટલ લઈ ગયા હતા.

ડોક્ટર્સ પણ આશ્ચર્યચકિત

જ્યારે બાળકના પરિવારજનો ડોક્ટર પાસે પહોંચ્યા તો પહેલા તો ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા, પરંતુ બાદમાં તેઓએ કહ્યું કે આ પણ શક્ય છે. જો બાળકની રોગપ્રતિકારક શક્તિ વધારે હોય તો આ પણ શક્ય છે. સંબંધીઓ સાપને ડબ્બામાં ભરીને ડોક્ટર પાસે લઈ ગયા હતા. ડૉક્ટરે બાળકની સારવાર કરી અને તે હવે સ્વસ્થ છે. આ ઘટનાની વાત આસપાસના ગામોમાં પણ ફેલાઈ ગઈ, લોકો પણ આ ઘટના કારણે સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા છે.

g clip-path="url(#clip0_868_265)">