અમેરિકામાં સંસદ પરિસરમાં હિંસા, વોશિંગટન ડીસીમાં કર્ફ્યું, ફાયરીંગમાં અત્યાર સુધી ચારના મૃત્યુ

ચૂંટણી પરિણામો અંગે અમેરિકી સંસદની બોલાવવામાં આવેલી બેઠક પહેલા વ્હાઈટ હાઉસ (White House) અને અમેરિકી રાજધાની ભવન બહાર મોટી સંખ્યામાં ટ્રમ્પ સમર્થકો ભેગા થયા

અમેરિકામાં સંસદ પરિસરમાં હિંસા, વોશિંગટન ડીસીમાં કર્ફ્યું, ફાયરીંગમાં અત્યાર સુધી ચારના મૃત્યુ
કેટલાંક પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ.
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Jan 07, 2021 | 3:09 PM

અમેરિકાના જ્યોર્જિયામાં ચૂંટણી પરિણામોમાં ગોટાળાના આરોપો બાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસક પ્રદર્શન શરૂ કર્યું છે. આ સમર્થકોએ મત ગણતરી રોકવાનો પ્રયત્ન કરતા રાજધાની ભવનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો. પોલીસ દ્વાર રોકવામાં આવતા હિંસા ભડકી હતી. આ હિંસામાં અત્યાર સુધીમાં ચાર લોકોના મૃત્યુ થયા છે. સ્થિતિ વિકટ થતા વોશિંગટન ડી.સી.માં ૧૫ દિવસની ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. હવે જો બાઈડનના રાષ્ટ્રપતિ બનવા સુધી આ ઈમરજન્સી લાગુ રહેશે.

આ પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ચૂંટણી પરિણામોમાં ગોટાળાના આરોપો લગાવ્યાં છે. સાથે જ હવે ટ્રમ્પ પોતાના સમર્થકો સાથે દબાણ કરવામાં લાગી ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સમર્થકોને અપીલ કરી છે કે, પ્રદર્શન શાંતિપૂર્ણ રીતે થાય. ટ્રમ્પે કહ્યું, “પ્રદર્શનોમાં હિંસા ન થવી જોઈએ. યાદ રાખો, આપણે કાયદો અને વ્યવસ્થાની પાર્ટી છીએ.” ટ્રમ્પના સમર્થકોએ મત ગણતરી રોકવા માટે રાજધાની ભવનમાં ઘુસવનો પ્રયાસ કર્યો, જે બાદ પોલીસે એમને રોકવા માટે ફાયરીંગ શરૂ કરી દીધું. વોશિંગટન ડી.સી.ના મેયરે ઈમરજન્સી જાહેર કરતા કહ્યું કે નવા રાષ્ટ્રપતિ, પદ સંભાળે ત્યાં સુધી આ ઈમરજન્સી લાગુ રહેશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ઉપરાષ્ટ્રપતિ પણ ટ્રમ્પની વિરૂદ્ધ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે પણ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. માઈક પેંસના ચીફ ઓફ સ્ટાફે દાવો કર્યો છે કે એમને વ્હાઈટ હાઉસમાં પ્રવેશવા કરવામાં રોકવામાં આવી રહ્યાં છે. પેંસને સલાહ આપવા માટે ટ્રમ્પને જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે.

રાજધાની ભવનમાં લોકડાઉન યુએસ રાજધાની ભવનમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ ઘણા કોંગ્રેસ ભવનો ખાલી કરી દેવામાં આવ્યાં છે. ટ્રમ્પ સમર્થકોના વધતા જઈ રહેલા હિંસક પ્રદર્શનને જોતા આ પગલું લેવામાં આવ્યું છે.

અહેવાલો પ્રમાણે બપોરે ૧:૦૦ વાગ્યા આસપાસ ટ્રમ્પ સમર્થકોએ રાજધાની ભવન પાસે લગાવવામાં આવેલા બેરીયર્સ તોડી નાખ્યાં. આ બધા પ્રદર્શનકરીઓ “યુ.એસ.એ. ! યુ.એસ.એ. !” નારાઓ લગાવી રહ્યાં હતા.

રાજધાની ભવનમાં નેશનલ ગાર્ડ તૈનાત કરાયા પ્રદર્શન દરમિયાન કેટલાક પ્રદર્શનકરીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઇ. સ્થિતિ નિયંત્રણ બહાર થતા નેશનલ ગાર્ડને રાજધાની માટે રવાના કરવામાં આવ્યાં છે. અહેવાલો પ્રમાણે રાજધાની ભવનમાં એક અગ્નિશામક યંત્રમાં વિસ્ફોટ થયો. સાથે જ એક મહિલાને પણ ગોળી વાગી.વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરીએ ટ્વીટ કરીને જાણકારી આપી, “રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ મૂજબ નેશનલ ગાર્ડ અને બીજી કેન્દ્રીય સુરક્ષા સેવાઓ રસ્તામાં છે. એમ હિંસાની વિરૂદ્ધ અને શાંતિ જાળવી રાખવામાં રાષ્ટ્રપતિની અપીલનું અનુસરણ કરી રહ્યાં છીએ.”

“બંધારણની રક્ષા કરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ” અમેરિકાના નવા ચૂટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું, “હું રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહું છું કે તેઓ પોતાના વચનને પૂર્ણ કરવા અત્યારે જ રાષ્ટ્રીય ટેલીવીઝન પર આવે અને બંધારણની રક્ષા કરે અને આ ઘેરાબંધીને સમાપ્ત કરે.”

“આ રાજદ્રોહ છે” બાઇડને કહ્યું કે હું સ્પષ્ટતા કરી દઉં છું કે રાજધાની ભવન પર જે હોબાળો અમે જોયો, અમે એવા નથી. આ કાયદો ન માનનારા અતિવાદીઓની થોડીક સંખ્યા છે. બાઇડને અ ઘટનાને રાજદ્રોહ ગણાવી છે.

બીજી બાજું, ઉપરાષ્ટ્રપતિ માઈક પેંસે કહ્યું કે એમની ઔપચારિક ભૂમિકા વર્ષ ૨૦૨૦ની ચૂંટણીમાં જો બાઇડનની જીતને પલટાવાની મંજુરી નથી આપતી. ટ્રમ્પે પોતાના સમર્થકોને કહ્યું કે જો પેંસ ચૂંટણી પરિણામોનો અસ્વિકાર નહી કરે તો તેમને ઘણી નિરાશા થશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">