AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બોસ હોય તો આવા !.. ઓફિસ કર્મચારીઓની સાથે મેનેજરે લગાવ્યા એવોર્ડ વીનિંગ ગીત પર ઠુમકા, Video Viral

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં ઓફિસના કર્મચારીઓની સાથે કંપનીના મેનેજર પણ એવોર્ડ વિનિંગ સોંગ નાટુ નાટું પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. મેનેજરે ઓફિસમાં પોતાની ટીમ સાથે નટુ નટુ ગીત પર ડાન્સ કર્યો, ડાન્સ સ્ટેપ શીખવ્યા ત્યારે આ ડાન્સ વીડિયો જોઈને લોકોએ કહ્યું- ઓફિસ હો તો એસા.

બોસ હોય તો આવા !.. ઓફિસ કર્મચારીઓની સાથે મેનેજરે લગાવ્યા એવોર્ડ વીનિંગ ગીત પર ઠુમકા, Video Viral
Video Viral The manager along with the office staff danced
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2023 | 5:03 PM
Share

RRR ના ગીત નાટુ નાટુ ને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મળી છે તેનો કોઈ ઈન્કાર નથી. લોસ એન્જલસમાં 95મા એકેડેમી એવોર્ડ્સમાં નામાંકિત થવાથી લઈને બેસ્ટ ઓરિજિનલ સોંગ કેટેગરીમાં પ્રતિષ્ઠિત એવોર્ડ જીતવા સુધી, તે RRR ટીમ તેમજ ફિલ્મના ચાહકો માટે યાદગાર સફર બની ગઈ છે. ફિલ્મનું સોંગ જબરદસ્ત છે જેના કારણે તે વર્લ્ડ વાઈડ ફેમસ થયુ છે.

તેના કારણે જ કદાચ થિયેટરોમાં આટલુ ફેમસ થયું છે. ત્યારે આ સોંગ પર  સોશિયલ મીડિયામાં ઘણી રિલ્સ બની હતી અને આજે પણ બની રહી છે ત્યારે એવો એક વીડિયો સામે આવ્યો છે. જે વીડિયો જોઈને લોકો ખુશ થઈ ગયા છે ત્યારે સોશિયલ મીડિયામાં આ વીડિયો સામે આવતા લોકો એકબીજાને શેર કરી રહ્યા છે. જેમાં એક કંપનીના મેનેજર તેની ટીમના સભ્યો સાથે નાટુ નાટુ પર ડાન્સ કરી રહ્યા છે.

ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જ્યાં ઓફિસના કર્મચારીઓની સાથે કંપનીના મેનેજર પણ એવોર્ડ વિનિંગ સોંગ નાટુ નાટું પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. મેનેજરે ઓફિસમાં પોતાની ટીમ સાથે નટુ નટુ ગીત પર ડાન્સ કર્યો, ડાન્સ સ્ટેપ શીખવ્યા ત્યારે આ ડાન્સ વીડિયો જોઈને લોકોએ કહ્યું- ઓફિસ હો તો એસા.

વીડિયોમાં બોસ અને કર્મચારીઓ નાટુ નાટુ પર જોરદાર ડાન્સ કરી રહ્યા છે. પહેલા બોસ નાટૂ નાટૂનો હુક સ્ટેપ કરે છે પછી તેમની પાછળ ઉભેલા કર્મચારીઓ તેમની કોપી કરવા લાગે છે. પછી થોડી વાર બાદ કર્મચારીઓ પોતાની ધૂન પર જ નાચવા લાગે છે.

વિડિયોની શરૂઆત મેનેજર તેની ટીમના સભ્યોને પ્રખ્યાત ટ્રેકના ડાન્સ મૂવ્સ શીખવવાનો પ્રયાસ કરી રહી છે. ટીમ તેમની સાથે તેમના પગલાંની નકલ કરવાનો પ્રયાસ કરે છે. વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, ‘Keep it real on monday’.

સોશિયલ મીડિયા યુઝર્સ પ્રદર્શનથી ખૂબ જ પ્રભાવિત થયા છે અને આ વિડિઓ ઘણી વખત ઓનલાઈન જોવામાં આવ્યો છે. એક યુઝરે કોમેન્ટ કરી, “ઓફિસ હો તો ઐસા.” અન્ય યુઝરે પૂછ્યું, “શું કોઈ જગ્યા ખાલી છે?” બોસનો તેની ટીમ સાથેનો આ નાટુ નાટુ ગીત પરનો ડાન્સ વીડિયો ખરેખર ખુબ મજેદાર છે જેણે લોકોને ખુશ કરી દીધા છે.

Follow Us
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
આજે તમારા માટે થોડો સમય કાઢો, તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ સ્વસ્થ રહેશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AMCનો આદેશ: હોટલોએ પનીર 'મિલ્ક' છે કે 'એનાલોગ' તે ફરજિયાત જણાવવું પડશે
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
AI પર લગામ: ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક નિર્ણય
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
સુરતની હોટલોમાં LPG ની અછત, રસોઈ માટે કોલસો એકમાત્ર સહારો
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
ગુજરાતના તાપી જિલ્લામાં આવી સૌપ્રથમ પુગનૂર જાતિની ગાય
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
દાદરા નગર હવેલીમાં 'મોટો વિસ્ફોટ', ગોડાઉનમાં બ્લાસ્ટથી 4ના મોત
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
મહાનગરપાલિકાની ચૂંટણીને લઇને કાઉન્ટ ડાઉન શરૂ
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
રણમાં બરફનો વરસાદ! જેસલમેર-બિકાનેરમાં પડ્યા કરા
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
g clip-path="url(#clip0_868_265)">