આજકલ સ્કૂબા ડાઈવિંગ, સ્કાઈ ડાઈવિંગ, બોટિંગ, રાફ્ટિંગ અને ક્લિફ જમ્પિંગ ટ્રેન્ડમાં છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ એડવેન્ચર ટ્રીપ પર જાય છે અને આ બધી વસ્તુઓનો આનંદ ચોક્કસથી લે છે અને તેના વીડિયોઝ પોતાના સોશિયલ મીડિયા પર શેયર કરે છે, જેથી તેમને આ એડવેન્ચર ટ્રીપ યાદગીરી રહી જાય. જો કે ક્યારેક આ મજા દુર્ઘટનામાં પણ પરિણમે છે અને આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં આવે છે કે ત્યારે એક ધક્કો લાગે છે. આવો જ એક વીડિયો હાલના દિવસોમાં ચર્ચામાં છે. એક મહિલાએ બંજી જમ્પિંગનો શોખ ભારે પડી ગયો છે.
વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા સેંકડો ફીટની ઉંચાઈએથી બંજી જમ્પિંગ માટે તૈયાર થાય છે. મહિલા તેનો એડવેન્ચરનો શોખ પુરો કરવા માટે બંજી જમ્પિંગ કરી રહી હતી. પરંતુ તેને ખબર ન હતી કે તેની સાથે શું ઘટના ઘટવાની છે. હેલ્પર્સ તેના પગમાં દોરડુ બાંધી દે છે. ક્લિપમાં એક નદી પણ દેખાઈ રહી છે. આ દરમિયાન એક શખ્સ દેખાય છે અને મહિલા ધક્કો આપે છે અને મહિલા નીચે તરફ જાય છે.
અહીં જુઓ વીડિયો:
Holy 💩 pic.twitter.com/mSDBSrkdt5
— Vicious Videos (@ViciousVideos) February 2, 2023
આ પણ વાંચો: મોતના મોંમા જઈ ઉભો રહ્યો શખ્સ, વાયરલ વીડિયો જોઈ લોકો સ્તબ્ધ, જુઓ વીડિયો
જ્યારે મહિલા નીચે જઈ રહી હતી ત્યારે અચાનક તેની સાથે એક દુર્ઘટના ઘટે છે અને બંજી જમ્પિંગનુ દોરડુ વચ્ચેથી જ તૂટી જાય છે આથી મહિલા સીધી પાણીમાં જઈને પડે છે. આ ક્લિપને જોઈને એ કહેવુ મુશ્કેલ છે કે મહિલાને કેટલી ઈજા પહોંચી છે પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે આટલી ઉંચાઈએથી પડ્યા બાદ મહિલાના બચવાના ચાન્સિસ તો બિલકુલ નથી. આ વીડિયો એ લોકો માટે પણ બોધપાઠ સમાન છે કે જો વગર સમજ્યે આ એડવેન્ચર્સ સ્પોર્ટ કરવાનુ વિચારતા હોય છે.