VIDEO: દુબઈના શેખે બનાવી ‘બાહુબલી’ કાર, જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત

વાસ્તવમાં શેખે એવી 'બાહુબલી' કાર બનાવી છે, જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાર કેટલી ઉંચી અને પહોળી છે. એવું લાગે છે કે આ કાર માણસો માટે નહીં પરંતુ હાથીઓ માટે મુસાફરી કરવા માટે બનાવવામાં આવી છે.

VIDEO: દુબઈના શેખે બનાવી 'બાહુબલી' કાર, જોઈને લોકો થઈ ગયા આશ્ચર્યચકિત
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2023 | 7:48 PM

Dubai: દુબઈની ગણતરી વિશ્વના સૌથી વિકસિત શહેરોમાં થાય છે, જ્યાં ગગનચુંબી ઈમારતો, અનોખા ટાપુઓ અને લક્ઝુરિયસ મોલ્સ લોકોને વિચારવા મજબૂર કરે છે. કેટલાક લોકો તેને ‘સિટી ઓફ ગોલ્ડ’ પણ કહે છે. એમ નેમ જ દુબઈના (Dubai) શેખ આટલા અમીર નથી. બાય ધ વે, કહેવાય છે કે પૈસા આવ્યા પછી લોકોના શોખ પણ ઘણા બદલાઈ જાય છે તો દુબઈના શેખના શોખ પણ ઘણા બદલાઈ ગયા છે અથવા કહીએ કે તે થોડા વિચિત્ર છે. તેઓ શોખના ચક્કરમાં એવા કામ કરે છે કે લોકોની આંખોમાં આંસુ આવી જાય છે. આજકાલ શેખનો આવો જ એક શોખ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ VIDEO 

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

વાસ્તવમાં શેખે એવી ‘બાહુબલી’ કાર બનાવી છે, જેને જોઈને લોકોના હોશ ઉડી જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે કાર કેટલી ઉંચી અને પહોળી છે. એવું લાગે છે કે આ કાર માણસો માટે નહીં પરંતુ હાથીઓ માટે મુસાફરી કરવા માટે બનાવવામાં આવી છે. તેનાં પૈડાં એટલાં મોટાં છે કે તેની સામે માણસો પણ ટૂંકા પડી ગયા છે.

આ પણ વાંચો: કરોડપતિની પત્ની બનવું સરળ નથી, મહિલાએ કર્યો ખુલાસો, સાંભળીને લોકો થઈ ગયા હેરાન

તમે હમર કાર તો જોઈ જ હશે, પરંતુ આટલી મોટી કાર તમે ક્યારેય નહીં જોઈ હોય. એવું નથી કે આ હમર માત્ર દેખાવ માટે બનાવવામાં આવી છે, પરંતુ તે મૂવ પણ કરે છે. આ ‘બાહુબલી’ હમર UAEના શાહી પરિવારના સભ્ય હમર શેખ હમાદ બિન હમદાન અલ નાહયાનની છે.

તમને જાણીને નવાઈ લાગશે કે આ વિશાળ હમર કાર 14 મીટર લાંબી, 6 મીટર પહોળી અને 5.8 મીટર ઊંચી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ કારની અંદર બેડરૂમ અને ટોયલેટની પણ સુવિધા છે. આ અનોખા હમરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @Rainmaker1973 નામની ID સાથે શેર કરવામાં આવ્યો છે.

માત્ર 23 સેકન્ડના આ વીડિયોને 20 મિલિયનથી વધુ એટલે કે 2 કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 62 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે અને અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી છે. કોઈ કહે છે કે આ કાર નહીં પણ બસ છે, તો કોઈ પૂછે છે કે તે ક્યાં પાર્ક કરી હશે?

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">