ફ્રાંસ, દુબઈ, સિંગાપુર સહિત 17 દેશમાં ભારતના UPIનો ડંકો, ભારતીય ઈકોનોમીને આ રીતે થશે ફાયદો

હવે ફ્રાન્સ, દુબઈ અને સિંગાપોર સહિત 17 દેશોમાં ભારતીય UPIના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આવનારા 5 વર્ષમાં માત્ર ભારતમાં જ UPI દ્વારા કરવામાં આવતી પેમેન્ટ પણ 90 ટકાના આંકડાને પાર કરી જશે.

ફ્રાંસ, દુબઈ, સિંગાપુર સહિત 17 દેશમાં ભારતના UPIનો ડંકો, ભારતીય ઈકોનોમીને આ રીતે થશે ફાયદો
UPI Payment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 4:40 PM

UPI Payment: સમગ્ર વિશ્વમાં ભારતીય યુપીઆઈનો (UPI) ડંકો વાગી રહ્યો છે. UPI દ્વારા ટ્રાન્ઝેક્શન માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં પણ વધી રહ્યું છે, ભારતીય UPIનો પ્રભાવ યથાવત છે. તાજેતરમાં આરબીઆઈએ યુપીઆઈ દ્વારા ચૂકવણીનો ડેટા જાહેર કર્યો છે. માહિતી અનુસાર યુપીઆઈનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આરબીઆઈ ઈન્ડેક્સ અનુસાર માર્ચમાં ડિજિટલ પેમેન્ટમાં 13.24 ટકાનો વધારો થયો છે.

હવે ફ્રાન્સ, દુબઈ અને સિંગાપોર સહિત 17 દેશોમાં ભારતીય UPIના ઉપયોગને મંજૂરી આપવામાં આવી છે. રિપોર્ટ અનુસાર આવનારા 5 વર્ષમાં માત્ર ભારતમાં જ UPI દ્વારા કરવામાં આવતી પેમેન્ટ પણ 90 ટકાના આંકડાને પાર કરી જશે. આનાથી માત્ર ડિજિટલ પેમેન્ટનો ટ્રેન્ડ વધશે જ નહીં, પરંતુ ભારતીય અર્થતંત્રને પણ ઘણો ફાયદો થશે. ચાલો જાણીએ કેવી રીતે…

આ પણ વાંચો: SEMICON India 2023: માઈક્રોન અને ફોક્સકોને રાખ્યો મેગા પ્લાન, ભારતીય અર્થવ્યવસ્થાને કરશે જીવંત

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ રીતે ભારતીય અર્થતંત્રને ફાયદો થશે

વિદેશમાં UPIની રજૂઆતથી એવા લોકોને ફાયદો થશે, જેઓ ભારતની બહાર મુસાફરી કરશે. તેઓ ત્યાં UPI દ્વારા ભારતીય રૂપિયામાં કોઈપણ મુશ્કેલી વિના અને કોઈપણ ચલણ વિનિમય વિના સરળતાથી ચૂકવણી કરી શકશે. આ સાથે દેશમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ક્રેઝ વધશે અને દેશની અર્થવ્યવસ્થાને પણ ફાયદો થશે. UPI દ્વારા ભારતીય રૂપિયા વડે વિદેશમાં પેમેન્ટ કરવાથી ભારતીય રૂપિયો વધુ મજબૂત થશે.

આ દેશોમાં UPIની શરૂઆત થઈ

  1. ફ્રાન્સ
  2. ભુતાન
  3. નેપાળ
  4. ઓમાન
  5. સંયુક્ત આરબ અમીરાત
  6. મલેશિયા
  7. થાઈલેન્ડ
  8. ફિલિપાઇન્સ
  9. વિયેતનામ
  10. સિંગાપુર
  11. કંબોડિયા
  12. હોંગ કોંગ
  13. તાઈવાન
  14. દક્ષિણ કોરિયા
  15. જાપાન
  16. યુનાઇટેડ કિંગડમ
  17. યુરોપ

વિદેશમાં UPIનો ઉપયોગ કેવી રીતે કરવો

UPI દ્વારા વિદેશમાં ચુકવણી કરવી ખૂબ જ સરળ છે. સૌથી પહેલા તમે UPI માટે જે પણ પ્લેટફોર્મનો ઉપયોગ કરો છો તેને ડાઉનલોડ કરો. આ પછી તમારું બેંક એકાઉન્ટ તેની સાથે લિંક કરો. બેંક ખાતાને લિંક કર્યા પછી તમારે બેંક એકાઉન્ટ નંબર, IBAN અને IBC જેવી એપ્લિકેશનમાં પ્રાપ્તકર્તાની વિગતો દાખલ કરવી પડશે. હવે તમામ ફોર્માલિટી કર્યા બાદ તમે પેમેન્ટ કરી શકશો, ઉપર જણાવેલા કેટલાક દેશમાં હાલમાં UPI શરૂ થયુ નથી. હાલમાં તે શરૂઆતના સ્ટેજમાં છે, તેથી તેને ધીમે ધીમે વધારવામાં આવી રહ્યુ છે.

બિઝનેસના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">