Viral Video: ટ્રેક્ટરનું ટાયર માથે ચડી ગયું તેમ છતા બચી ગયો ચોર, ઉભો થઈ ટ્રેકટર ચોર ભાગ્યો, જુઓ ભયાનક CCTV Video

આ દિવસોમાં ઇન્ટરનેટ પર ચોરીનો એક અજીબોગરીબ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને ગુસ્સો ઓછો અને હસવું વધુ આવશે. વ્યક્તિ ટ્રેક્ટરના પાછળના પૈડાની સામે ઉભો છે. પહેલા તે ટ્રેક્ટરમાં ચાવી લગાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેની ચાવી લાગી જાય છે અને ચાલુ થઈ જાય છે ત્યારે ટ્રેક્ટર આપોઆપ ચાલવા લાગે છે.

Viral Video: ટ્રેક્ટરનું ટાયર માથે ચડી ગયું તેમ છતા બચી ગયો ચોર, ઉભો થઈ ટ્રેકટર ચોર ભાગ્યો, જુઓ ભયાનક CCTV Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 1:17 PM

Viral Video: દુનિયાભરમાં વિવિધ પ્રકારના ચોરો જોવા મળે છે. એક તો એવા લોકો જે નાક નીચેથી આસાનીથી વસ્તુઓ ચોરી લે છે અને જાણ્યા વિના પણ ભાગી જાય છે અને બીજા તે છે જેઓ ચોરીની કરવામાં પોતાનો જીવ પણ જોખમમાં મૂકે છે, છતાં પણ ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ દિવસોમાં ચોરીનો એક એવો જ અજીબોગરીબ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમને ગુસ્સો ઓછો અને હસવું વધુ આવશે.

આ પણ વાંચો: Viral Video: કાર ડ્રાઈવરની એક ભૂલના કારણે ટ્રક બળીને થઈ ગયો ખાખ, VIDEO જોઈને લોકોના રૂવાડા ઉભા થઈ ગયા

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ ટ્રેક્ટર પર હાથ રાખી ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. વ્યક્તિ ટ્રેક્ટરના પાછળના પૈડાની સામે ઉભો છે. પહેલા તે ટ્રેક્ટરમાં ચાવી લગાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે તેની ચાવી લાગી જાય છે અને ચાલુ થઈ જાય છે ત્યારે ટ્રેક્ટર આપોઆપ ચાલવા લાગે છે. ટ્રેક્ટરની અચાનક હિલચાલને કારણે વ્યક્તિનો પગ પૈડા નીચે આવી જાય છે. આખું પૈડું તેની ઉપરથી પસાર થઈ જાય છે, જેના કારણે વ્યક્તિનું શરીર થોડા સમય માટે ડગમગવા લાગે છે.

લડખડાતા ટ્રેક્ટરની ચોરી કરી હતી

વીડિયોમાં જોઈ શકાય છે કે ટ્રેક્ટર પોતાની મેળે આગળ વધી રહ્યું છે. જ્યારે વ્યક્તિ લથડતા પગ સાથે તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યો છે. થોડી વાર સુધી લથડ્યા પછી, વ્યક્તિ ટ્રેક્ટર સુધી પહોંચે છે, તેની ડ્રાઇવિંગ સીટ પર બેસે છે અને ચુપચાપ ટ્રેકટર ચલાવી લે છે. વ્યક્તિ ટ્રેક્ટર ચોરવામાં સફળ થાય છે, પરંતુ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

યુઝર્સે ફની કોમેન્ટ કરી

હાલ આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર ઘણા યુઝર્સે પોતાનો પ્રતિભાવ શેર કર્યો છે. એક યુઝરે કહ્યું, ‘વિશ્વાસ નથી આવતો કે ટ્રેક્ટર તેના પરથી પસાર થયું અને તેને કંઈ થયું નથી.’ જ્યારે અન્ય એક યુઝરે કહ્યું, ‘તે ખતરો કે ખેલાડી હૈ.’ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘જીવનમાં બસ આટલા જ જુસ્સાની જરૂર છે.’\

નોંધ: આ વીડિયોની TV9 ગુજરાતી પુષ્ટી કરતુ નથી તે માત્ર એક વાયરલ વીડિયો છે

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">