ભયાનક તોફાનનો Video, ચાલતી કારને હવામાં એવી ઉડાડી કે દૂર દૂર સુધી ફંગોળાઈને થઈ ગઈ અદૃશ્ય

|

Jan 10, 2023 | 9:37 PM

Tornado Viral Video: તમે તોફાનના અનેક પ્રકારના વીડિયો જોયા હશે. જેમા વિશાળકાય મકાનો પણ તણખલાની જેમ હવા હવામાં ઉડતા નજર આવે છે. હાલ આવા જ એક તોફાનના વીડિયોએ લોકોના ધબકારા વધારી દીધા છે.

ભયાનક તોફાનનો Video, ચાલતી કારને હવામાં એવી ઉડાડી કે દૂર દૂર સુધી ફંગોળાઈને થઈ ગઈ અદૃશ્ય
તોફાનનો ભયાનક વીડિયો
Image Credit source: Twitter/@GoofingOffToday

Follow us on

Scariest Tornado Video: તોફાન એ પ્રકૃતિની સૌથી વધુ વિનાશક તાકતો પૈકીની એક છે. તમે અત્યાર સુધી નાના-નાના તોફાનો તો જોયા હશે પરંતુ ક્યારેક-ક્યારેક પ્રકૃતિ એવુ રૌદ્ર સ્વરૂપ બતાવે છે કે જેને જોઈને કોઈના પણ રૂવાડા ઉભા થઈ જાય. સોશિયલ મીડિયા પર તોફાનનો એક આવો જ વીડિયો લોકોનુ ધ્યાન તેમની તરફ ખેંચી રહ્યો છે. જેને જોનારા સહુ કોઈ ધ્રુજી ગયા છે. વાયરલ ક્લિપમાં એક કાર તોફાનમાં ફસાઈ જાય છે અને ત્યારબાદ જે કંઈ પણ કેમેરામાં કેદ થાય છે તેને જોઈને તમે પણ દંગ રહી જશો.

કહેવાય છે કે પ્રકૃતિના નિયમો સામે કોઈનું પણ ચાલતુ નથી. એ જ્યારે રૌદ્ર સ્વરૂપ બતાવે છે તો તેની સામે કંઈપણ ટકી શક્તુ નથી. તમે તોફાનના અનેક વીડિયો જોયા હશે. જેમા મોટામાં મોટા મકાનો પણ પાંદડાની જેમ હવામાં ઉડતા જોવા મળે છે. હાલ તોફાનનો આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જેમા જોઈ શકાય છે કે કેવી રીતે તોફાનની ચપેટમાં આવ્યા બાદ કાર અચાનક આંખોથી અદૃશ્ય થઈ જાય છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે તોફાન આવ્યા બાદ અનેક મીટર દૂર દૂર સુધી માત્ર માર્ગ સિવાય કંઈ જ દેખાતુ નથી. પરંતુ જે ચીઝ નથી દેખાતી તે છે કાર, પાછળ ચાલી રહેલી અન્ય ગાડીમાં બેસેલો શખ્સ એ વિચારીને પરેશઆન થઈ જાય છે કે આખરે આગળ જઈ રહેલી કાર ગઈ તો ક્યાં ગઈ.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અહીં જુઓ ભયાનક તોફાનનો વીડિયો

 


ભયાવક તોફાનનો આ વીડિયોને ટ્વીટર પર @GoofingOffToday નામના હેંડલથી શેર કરવામાં આવ્યો છે. 22 સેકન્ડની આ ક્લિપને લગભગ 66 હજાર વખત જોવાઈ ચુક્યો છે. તો અનેક લોકોએ તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી છે.

એક યુઝરે લખ્યુ છે કે ઓ તેરી. આ કાર ક્યાં ચાલી ગઈ. અને આ આદમી રોડ પર ક્યાંથી આવી ગયો. તો બીજા યુઝરે કહ્યુ કે હું તો સપનામાં પણ તોફાનની કલ્પના કરવાનુ વિચારી ન શકુ. એક અન્ય યુઝરે કમેન્ટ કરતા લખ્યુ છે કે હું આ વીડિયોને 30 વાર જોઈ ચુક્યો છુ. દરેક વખતે એ જ વિચારુ છે કે આખરે આ કાર ગઈ ક્યાં

 

Next Article