Video: આવો જુગાડવાળો ટ્રેડમિલ ક્યાંય જોયો છે ? આનંદ મહિન્દ્રા પણ બની ગયા તેના ફેન
Desi Jugaad Video: આ મજેદાર વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે અને તેને દુનિયાનું સૌથી સસ્તુ ટ્રેડમિલ ગણાવવામાં આવી રહ્યુ છે. સાથે જ તેમણે મજાકિયા અંદાજમાં કહ્યુ છે કે આ વર્ષના ઈનોવેશન ઍવોર્ડની ટ્રોફી પણ આપી દીધી છે.

ભારતીય લોકોનું દિમાગ જુગાડના મામલે કેટલુ ચાલે છે તે તો તમે જાણો જ છો. અહીં તો એક એકથી ચડિયાતા જુગાડ ભરેલા પડ્યા છે. જે એવી-એવી ચીજો બનાવતા નજરે ચડે છે. જેને જોઈને જ બધા હેરાન થઈ જાય છે. ભારતીય લોકોની કાબેલિયત એટલી છે કે લોકો એક કારને પણ હેલિકોપ્ટર બનાવી શકે છે અને ક્યારેક ક્યારેક તો પૈસા ખર્ચ કર્યા વિના પણ જુગાડના માધ્યમથી એવી ગજબની વસ્તુઓ બનાવી દે છે કે દુનિયા જોતી જ રહી જાય છે. સોશિયલ મીડિયા પર આજકાલ એક આવા જ જુગાડનો વીડિયો ઘણો વાયરલ થઈ રહ્યો છે. જેને જોયા બાદ તમે પણ હસી હસીને લોટપોટ થઈ જશો. આ દેશી જુગાડના તો ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા પણ ફેન થઈ ગયા છે અને આ શખ્સને એવોર્ડ પણ આપી દીધો છે.
આ વીડિયોમાં એક શખ્સ દેશી જુગાડથી ટ્રેડમિલ બનાવી અને તેની મદદથી એક્સરસાઈઝ કરતો જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક શખ્સ આરામથી કિચનમાં જાય છે અને તેલની બોટલ લઈ તેમાંથી થોડુ તેલ નીચે ફર્શ પર ઢોળી દે છે. ત્યારબાદ તે થોડુ પાણી પણ ત્યાં ઢોળી દે છે. બસ આ રીતે તેનુ ટ્રેડમિલ તૈયાર થઈ જાય છે. ત્યારબાદ તે આરામથી તેના પર ઉભો રહી જાય છે અને જેવી રીતે ટ્રેડમિલ પર એક્સરસાઈઝ કરતા હોય તેમ તે તેલ અને પાણી પર એક્સરસાઈઝ કરવા લાગે છે. એટલુ જ નહીં, જેવી રીતે ટ્રેડમિલ પર સ્પીડ વધારવામાં આવે છે, એવી રીતે તે દેશી જુગાડવાળા ટ્રેડમિલ પર રફતાર વધારતો જોવા મળે છે.
જુઓ, યુવાનનુ દેશી જુગાડુ ટ્રેડમિલ
The lowest cost treadmill in the world. And this year’s Innovation Award trophy goes to… pic.twitter.com/oMlyEPBQoy
— anand mahindra (@anandmahindra) January 7, 2023
આ મજેદાર વીડિયોનો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર આનંદ મહિન્દ્રાએ શેર કર્યો છે અને તેને દુનિયાનું સૌથી સસ્તુ ટ્રેડમિલ ગણાવ્યુ છે. સાથે જ તેમણે મજાકિયા અંદાજમાં આ ટ્રેડમિલને આ વર્ષના ઈનોવેશન એવોર્ડની ટ્રોફી પણ આપી દીધી છે. 52 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 4લાખ 39 હજારથી પણ વધુ લોકો જોઈ ચુક્યા છે જ્યારે 24 હજારથી વધુ લોકો તેને લાઈક પણ કરી રહ્યા છે.
આ વીડિયોને જોઈને લોકો મજેદાર કમેન્ટ્સ પણ કર્યા છે. એક યૂઝરે લખ્યુ છે કે આ તો ઈનોવેશનનો બાપ છે. તો અન્ય એક યુઝરે લખ્યુ છે કે કોઈ માર્ગદર્શન વિના આનો ઘર પર અખતરો ન કરવો. તો વધુ એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યુ છે કે એ બધુ તો બરાબર પરંતુ મારી અંદર રહેલી ભારતીય નારી સવાલ કરે છે કે બાદમાં આ તેલવાળા ફ્લોરને સાફ કેવી રીતે કરવાની છે?