ઉત્તરાખંડના હિમાલય વિસ્તારમાંથી મળ્યો માંસાહારી છોડ, વન વિભાગને મોટી સફળતા મળી

|

Jun 26, 2022 | 12:02 PM

ઉત્તરાખંડના વન વિભાગના એક સંશોધન ટીમે પશ્ચિમ હિમાલય વિસ્તારના યૂટ્રિકુલેરિયા ફુરસેલટા (Utricularia Furcellata) નામના એક અત્યંત દુર્લભ માંસાહારી છોડની પ્રજાતિ શોધી છે

ઉત્તરાખંડના હિમાલય વિસ્તારમાંથી મળ્યો માંસાહારી છોડ, વન વિભાગને મોટી સફળતા મળી
ઉત્તરાખંડના હિમાલય વિસ્તારમાંથી મળ્યો દુર્લભ માંસાહારી છોડ, વન વિભાગને મોટી સફળતા મળી
Image Credit source: Social Media

Follow us on

Utricularia Furcellata : ઉત્તરાખંડ (Uttarakhand)ના વનવિભાગની એક સંશોધન ટીમે પશ્ચિમ હિમાલય વિસ્તારના યૂટ્રિકુલેરિયા ફુરસેલટા નામની એક અત્યંત દુર્લભ માંસાહારી છોડની પ્રજાતિ શોધી છે. આવું પહેલી વાર છે જ્યારે યૂટ્રિકુલેરિયા ફુરસેલટા (Utricularia Furcellata) દુર્લભ માંસાહારી છોડની પ્રજાતિ મળી આવી ગઈ છે, ઉત્તરાખંડ વન વિભાગ (Uttarakhand Forest Department)ની સંશોધન ટીમ માટે એક ગર્વની વાત છે ,મુખ્ય વન સંરક્ષક સંજીવ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ચમોલી જિલ્લામાં સ્થિત મનોહર મંડલ ખીણમાં ઉત્તરાખંડ વન વિભાગની સંશોધન ટીમ દ્વારા દુર્લભ પ્રજાતિની શોધ કરવામાં આવી છે. તેમણે કહ્યું આ પ્રજાતિ માત્ર ઉત્તરાખંડમાં નહિ પરંતુ પશ્ચિમ હિમાલય વિસ્તારમાં પહેલીવાર જોવા મળી છે.

સંજીવ ચતુર્વેદીએ કહ્યું આ સંશોધન ઉત્તરાખંડમાં કીટભક્ષી વૃક્ષના એક પરિયોજનાના અભ્યાસનો ભાગ હતો, રેન્જ ઓફિસ હરીશ નેગી અને જૂનિયર રિસર્ચ ફેલો મનોજ સિંહની ઉત્તરાખંડ વન વિભાગની ટીમ દ્વારા સંશોધન પ્રતિષ્ઠિત પત્રિકા જર્નલ ઓફ જાપાની બોટનીમાં પ્રકાશિત કરવામાં આવી છે, જે પ્લાન્ટ ટૈક્સોનૉમી અને વન્સ્પતિ વિજ્ઞાન પર 106 વર્ષ જુની પત્રિકા છે આ પત્રિકાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે, તેમણે કહ્યું કે, આ ઉત્તરાખંડ વન વિભાગ માટે ગૌરવની ક્ષણ છે કારણ કે, આ તેમનું પહેલું સંશોધન છે, જે પ્રતિષ્ઠિત પત્રિકામાં પ્રકાશિત થઈ છે

પોતાના ભોજનની વ્યવસ્થા અલગ રીતે કરે છે આ દુર્લભ પ્રજાપતિ

સંજીવ ચતુર્વેદીએ કહ્યું કે, માંસાહારી છોડ એવી પ્રજાતિ છે જેમાં સામાન્ય રીતે બ્લૈડરવૉર્ટસના રુપમાં જાણીતું છે, માંસાહારી મોટાભાગે પાણી અને ભીની માટીમાં જોવા મળે છે, સામાન્ય છોડના મુકાબલામાં આ પ્રજાતિને ખોરાત અને પોષણની વ્યવસ્થા કરવાની અલગ જ રીત છે આ પ્રજાપતિ પોતાના શિકારને તેની સંરચનાથી આર્કષિત કરે છે

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ છોડની પ્રજાતિનો ખોરાક પ્રોટોઝોઆથી માંડીને જંતુઓ, મચ્છરના લાર્વા અને યુવાન ટેડપોલ્સ સુધીનો છે. પોતાના શિકારને ટ્રૈપ કરવા માટે આ પ્રજાતિ એક રીતે વૈક્યૂમ બનાવે છે, જે રીતે આ વૈક્યૂમમાં શિકાર ફસાઈ જાય છે તો આ છોડ તેને પોતાનો શિકાર બનાવી લે છે.

 

Next Article