Funny Video : કોરોનાની વેક્સિન લગાવવા યુવાને બાળકોની જેમ કર્યુ નાટક, વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !

TV9 GUJARATI

|

Updated on: Aug 18, 2021 | 9:39 AM

તાજેતરમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક યુવાનનો રમુજી વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં યુવાન કોરોના વેક્સિન લેવા માટે બાળકોની જેમ નાટક કરતો જોવા મળી રહ્યો છે,આ વીડિયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો.

Funny Video : કોરોનાની વેક્સિન લગાવવા યુવાને બાળકોની જેમ કર્યુ નાટક, વિડીયો જોઈને તમે પણ હસીને લોટપોટ થઈ જશો !
Viral Video

Follow us on

Viral Video :  કોરોનાથી બચવા માટે એકમાત્ર રામબાણ ઈલાજ વેક્સિનને (Vaccine) જ માનવામાં આવે છે,ત્યારે સરકાર પણ વિવિધ અભિયાનો દ્વારા લોકોને વેક્સિન આપવા માટે પ્રોત્સાહન આપી રહી છે.ઉપરાંત  દેશભરમાં રસીકરણનું (Vaccination)કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

લોકોને શક્ય તેટલી વહેલી તકે રસી મળી રહે તે માટે સરકાર દ્વારા દરેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. પરંતુ, હજુ પણ કેટલાક લોકો એવા છે જેમને વેક્સિનને લઈને ઘણો ડર છે,જેને કારણે તે વેક્સિન લેવા માટે તૈયાર થતા નથી. સોશિયલ મીડિયા (Social media) પર અવારનવાર રમુજી વીડિયો (Funny Video)શેર કરવામાં આવતા હોય છે. કેટલાક વીડિયો જોઈને લોકો હસીને લોટપોટ થઈ જાય છે, જ્યારે કેટલાક લોકોને જોઈને આશ્ચર્ય થાય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક રમુજી વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે પણ હસવાનું બંધ કરી શકશો નહિ.

વીડિયોમાં યુવકનો કોરોના વેક્સિન અંગેનો ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.વીડિયોમાં જોવા મળે છે કે, વેક્સિન લેવા આવેલા યુવકને ડોક્ટર પકડે છે અને તેને રસી આપવાનો પ્રયત્ન કરે છે, પરંતુ જે રીતે તે ‘નાટક’ કરે છે તે જોઈને લાગે છે કે તે પહેલેથી જ ખૂબ ડરી ગયો છે.

આ વીડિઓ જુઓ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક યુવક વેક્સિનને લઈને ડરી રહ્યો છે અને ડોક્ટર જ્યારે તેને રસી આપે છે,ત્યારે તે મોટેથી બૂમો પાડવા લાગે છે. આ યુવકને આ રીતે નાટક (Drama)કરતા જોઈને ત્યાં હાજર લોકો અને ડોક્ટરો હસવા લાગે છે.

આ યુવકનો વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને પ્રતિક્રિયાઓ (Reaction) પણ આપી રહ્યા છે. એક યુઝરે નાટકોને ઓવરએક્ટિંગ (Over acting)કહી,તો બીજા યુઝરે લખ્યું કે ‘આને ફોબિયા કહેવાય છે’. આપને જણાવી દઈએ કે,આ રમુજી વીડિયો ફેસબુક (Facebook) પર વિવેક કુમાર નામના યુઝરે શેર કર્યો છે. આ વીડિયોને અત્યારસુધીમાં હજારો વ્યુઝ અને લાઈક્સ મળી છે.

 

આ પણ વાંચો:Viral Video : હાથમાં બંદૂક સાથે તાલિબાનીઓ શુ કરી રહ્યા છે ? વીડિયો વાયરલ થતા લોકોમાં ભારે રોષ

આ પણ વાંચો: Viral Video: માલિકની ઉદાસી દૂર કરવા અશ્વએ કર્યું આ કામ, લોકો બોલ્યા આને કહેવાય અસલી દોસ્તી

Latest News Updates

Related Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati