Trending Video : ગૂગલની 83 લાખ રૂપિયાની નોકરી છોડીને વતન પરત ફર્યો યુવક, હવે કરી રહ્યો છે પગાર કરતાં પણ વધુ કમાણી
મંતજ સિંહ સિદ્ધુએ ગૂગલની 83 લાખ રૂપિયા વાર્ષિક પગારવાળી નોકરી છોડીને પંજાબમાં ઓર્ગેનિક ખેતીનો બિઝનેસ શરૂ કર્યો. આજે તેનો આ નિર્ણય માત્ર સફળ જ નથી રહ્યો, પરંતુ હજારો લોકોને પ્રેરણા પણ આપી રહ્યો છે.

મંતજ સિંહ સિદ્ધુ નામના એક વ્યક્તિની કહાની આજકાલ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે. આ એક એવી કહાની છે જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. ડબલિનમાં તેની પાસે ગુગલમાં વાર્ષિક 83 લાખની નોકરી હતી. એક એવી નોકરી જેના માટે લોકો દિવસ-રાત મેહનત કરે છે. પરંતુ મંતજ તે બધું છોડીને ઓર્ગેનિક ખેતી પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે પંજાબ પાછો ફર્યો. લોકો આને પ્રેરણા તરીકે જોઈ રહ્યા છે કે મજબૂત નિશ્ચય અને આત્મવિશ્વાસ સાથે, વ્યક્તિ ગમે ત્યાં પોતાનો માર્ગ બનાવી શકે છે.
મૂળ પટિયાલાનો રહેવાસી, મંતજ ચંદીગઢની પંજાબ યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી મેળવી હતી. ટેકનોલોજી અને માર્કેટિંગ પ્રત્યેના તેના જુસ્સાને કારણે તે આયર્લેન્ડ ગયો હતો. તેણે હૈદરાબાદથી શરૂઆત કરીને લગભગ પાંચ વર્ષ સુધી ગૂગલમાં કામ કર્યું, પછી ડબલિનમાં શિફ્ટ થઈ ગયો.
2022માં ગૂગલને કહ્યું હતું અલવિદા
મંતજ યુકેની મોટી જાહેરાત એજન્સીઓ માટે વ્યવસાયિક વ્યૂહરચના વિકસાવતો હતો. પરંતુ જેમ જેમ તેની કારકિર્દી આગળ વધતી ગઈ, તેમ-તેમ તેના મનમાં એક પ્રશ્ન ઉભો થવા લાગ્યો કે તે ક્યાં જઈ રહ્યો છે ? તેને સમજાયું કે ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોનો પગાર તેના કરતા વધુ છે અને તે લોકોની દિનચર્યા અને કાર્યભાર તેના સમાન છે ત્યારે મંતજના મનમાં આ અનુભૂતિએ પરિવર્તન લાવ્યું અને 2022 માં તે ગૂગલને અલવિદા કહ્યું.
Gill Organics નામનું વેન્ચર કર્યું શરૂ
પંજાબ પરત ફર્યા બાદ મંતજે પોતાના કઝિન ડો. બલજીત સિંહ ગિલ સાથે મળીને Gill Organics નામનું વેન્ચર શરૂ કર્યું. બંને ભાઈઓને આ કામની પ્રેરણા તેમના દાદા સરદાર બલદેવ સિંહ સિદ્ધુ પાસેથી મળી હતી. તેઓ ઓર્ગેનિક લાઇફસ્ટાઇલમાં ઊંડો વિશ્વાસ રાખતા હતા. 94 વર્ષની ઉંમર સુધી સંપૂર્ણપણે સ્વસ્થ રહ્યા હતા. ડો. બલજીતે પંજાબી યુનિવર્સિટી, પટિયાલામાંથી PhD કરી છે. તેનું બાળપણ પટિયાલાના ફતેહપુર ગામમાં આવેલા ગિલ ફાર્મહાઉસમાં વીત્યું હતું. આજનું આ ફાર્મ જ તેમના સમગ્ર બિઝનેસનો આધાર બન્યું છે.
અહીં શાકભાજી ખરીદવાની રીત પણ છે અલગ
અહીં શાકભાજી ખરીદવાની રીત થોડી અલગ છે. શહેરી પરિવારોને ચોક્કસ સમયગાળા માટે ખેતરનો એક ભાગ આપવામાં આવે છે, જ્યાં તેમના માટે મોસમી શાકભાજી ઉગાડવામાં આવે છે. પરિવારો ખેતરમાં જઈ શકે છે અને શાકભાજી જાતે લઈ શકે છે, અથવા તેમને તેમના ઘરે પહોંચાડવાનો ઓર્ડર આપી શકે છે.
ટીમ માને છે કે તેમનો ધ્યેય ફક્ત ઓર્ગેનિક ઉત્પાદનો વેચવાનો નથી, પરંતુ આ શબ્દના વ્યાપક દુરુપયોગના આ યુગમાં લોકોનો વિશ્વાસ પાછો મેળવવાનો છે. ગાર્ડિયનના અહેવાલ મુજબ, આ પ્રોજેક્ટ શરૂઆતમાં ફક્ત 35 પરિવારો સુધી મર્યાદિત હતો, પરંતુ હવે રાહ જોવાની યાદી એટલી લાંબી થઈ ગઈ છે કે વેબસાઇટ જણાવે છે કે આગામી બુકિંગ ફક્ત સપ્ટેમ્બર 2026 માં જ ખુલશે.
જુઓ Video
View this post on Instagram
