Viral: Tesla ની ફ્યુચરિસ્ટિક ગાડી પર ભારતીય Truck Art! અનોખા દેશી મેકઓવરે ઇન્ટરનેટનું ધ્યાન ખેંચ્યું
અમેરિકામાં Tesla Cybertruckને ભારતીય ટ્રક આર્ટથી પ્રેરિત અનોખો લુક આપવામાં આવ્યો છે. રંગબેરંગી ડિઝાઇન અને ‘Dekho Magar Pyaar Se’ જેવા દેશી ટચથી સજાયેલો Cybertruck સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

Tesla Cybertruck ફરી એક વખત ચર્ચામાં છે, પરંતુ આ વખતે કારણ તેની ટેક્નોલોજી કે ઇલેક્ટ્રિક પાવરટ્રેન નથી. અમેરિકામાં જોવા મળેલા એક અનોખા Cybertruckએ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. કારણ છે તેનો એવો મેકઓવર, જેમાં આધુનિક અમેરિકન ઇલેક્ટ્રિક પિકઅપને ભારતીય ટ્રક આર્ટનો એકદમ અલગ અને રંગીન અંદાજ આપવામાં આવ્યો છે.
ફ્યુચરિસ્ટિક ડિઝાઇનને મળ્યો ડેસી આર્ટનો ટચ!
Tesla Cybertruck તેની વિશિષ્ટ બોડી અને ફ્યુચરિસ્ટિક ડિઝાઇન માટે દુનિયાભરમાં જાણીતો છે. સામાન્ય રીતે રસ્તા પર આ વાહન તેની સિલ્વર મેટાલિક ફિનિશ અને તીક્ષ્ણ આકારને કારણે તરત ઓળખાઈ જાય છે. જોકે, આ ખાસ Cybertruckની બોડી પર નજર પડે ત્યારે તસવીર સંપૂર્ણપણે અલગ જોવા મળે છે.
આ Cybertruckને ભારતના રસ્તાઓ પર જોવા મળતા સજાવટવાળા ટ્રકોમાંથી પ્રેરણા લઈને ડિઝાઇન કરવામાં આવ્યો છે. તેની બોડી પર અનેક પ્રકારના તેજસ્વી રંગો અને આકર્ષક પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારતીય ટ્રક આર્ટમાં જોવા મળતી ફૂલ-પાંદડાની ડિઝાઇન, ડેકોરેટિવ મોટિફ્સ અને કલાત્મક બોર્ડર જેવી વિગતોને આધુનિક Cybertruckની બોડી સાથે જોડવામાં આવી છે.
Cybertruck પર ટ્રકના લખાણ!
આ સમગ્ર મેકઓવરની સૌથી ખાસ વાત તેમાં જોવા મળતો દેશી અંદાજ છે. Cybertruck પર ‘Dekho Magar Pyaar Se’ લખાણ પણ જોવા મળે છે. ખાસ કરીને હાઇવે પર દોડતા ટ્રકોની પાછળ આવા સંદેશાઓ લોકોનું ધ્યાન ખેંચતા હોય છે. એ જ સંસ્કૃતિનો ટચ હવે અમેરિકામાં એક અત્યાધુનિક Tesla Cybertruck પર જોવા મળ્યો છે.
Cybertruckનો ‘ચટપટો’ મેકઓવેર
રંગોની વાત કરીએ તો આ ડિઝાઇનમાં સામાન્ય Cybertruckની સાદગીથી તદ્દન વિપરીત ચટાકેદાર અને જીવંત કલર કોમ્બિનેશન જોવા મળે છે. અલગ-અલગ રંગો સાથે પરંપરાગત પેટર્નનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાથી Cybertruckનો લુક એકદમ આકર્ષક બની ગયો છે. તેના ફ્યુચરિસ્ટિક આકાર અને ભારતીય લોકશૈલીના રંગો વચ્ચેનું કૉન્ટ્રાસ્ટ જ આ સમગ્ર ડિઝાઇનને ખાસ બનાવે છે.
US માં ભારતીય ટ્રક કલ્ચરની ધૂમ
આ અનોખા લુકનો વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવ્યા બાદ લોકોની નજર તેના પર અટકી ગઈ. ઘણા યુઝર્સે ભારતીય ટ્રક કલ્ચરને અમેરિકન ઓટોમોટિવ ડિઝાઇન સાથે જોડવાના પ્રયાસને પસંદ કર્યો. કેટલાક લોકોએ મજાકિયા અંદાજમાં એવી પ્રતિક્રિયા પણ આપી કે હવે તેમાં ભારતના ટ્રકો પર જોવા મળતું ‘Horn OK Please’ પણ લખાઈ જાય તો મેકઓવર વધુ સંપૂર્ણ બની જાય.
દેશી મેકઓવર યુઝર્સ માટે બન્યું આકર્ષણનું કારણ
Tesla Cybertruck જેવા આધુનિક વાહન પર આ પ્રકારની શૈલીનો ઉપયોગ થતાં બે અલગ દુનિયાનું અનોખું મિશ્રણ જોવા મળે છે. એક તરફ છે અત્યાધુનિક ઇલેક્ટ્રિક વાહન અને બીજી તરફ છે ભારતની પરંપરાગત ટ્રક સજાવટની કળા. આ બંનેના સંયોજનથી બનેલો લુક જ સોશિયલ મીડિયા યુઝર્સ માટે સૌથી વધુ આકર્ષણનું કારણ બન્યો છે.
આ Cybertruckનો દેશી મેકઓવર એ પણ બતાવે છે કે ભારતીય ડિઝાઇન અને લોકકળાની અસર દુનિયાના અલગ-અલગ ખૂણાઓ સુધી પહોંચી શકે છે. અમેરિકાની સડકો પર ભારતીય ટ્રક આર્ટથી સજાયેલું આ ફ્યુચરિસ્ટિક વાહન માત્ર એક કાર નથી રહ્યું, પરંતુ બે અલગ પ્રકારની ડિઝાઇન સંસ્કૃતિના મિલનનું ઉદાહરણ બની ગયું છે.
Tesla spent years making the Cybertruck look futuristic.
Then a US wrap shop gave it the Indian software update.
Full desi truck art. “Dekho, magar pyaar se” across the front.
And somehow… this Cybertruck finally makes sense. ⚡ pic.twitter.com/jTZ3n5K6PZ
— EVINDIA (@_EVINDIA) August 28, 2026
