OMG: આ ટેણિયો 10 ફૂટના અજગર સાથે કરી રહ્યો છે મસ્તી ! વીડિયો જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે

|

Dec 29, 2021 | 7:05 PM

તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચામાં આવ્યો છે. જેમાં એક નાનુ બાળક જે રીતે અજગર સાથે મસ્તી કરી રહ્યુ છે તે જોઈને તમે પણ ચોંકી જશો.

OMG: આ ટેણિયો 10 ફૂટના અજગર સાથે કરી રહ્યો છે મસ્તી ! વીડિયો જોઈને તમારા શ્વાસ અધ્ધર થઈ જશે
Toddler playing with python

Follow us on

Viral Video: સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકો સંબંધિત વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયોમાં બાળકોની હરકત જોઈને યુઝર્સ (Users) પણ દંગ રહી જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ (Internet) પર છવાયો છે. જેમાં એક નાનુ બાળક (Child) રમકડાની જેમ વિશાળકાય અજગર (Python) સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો.

 

મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો

દિલ ધડક દ્રશ્યો કેમેરામાં કેદ થયા

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં બે વર્ષનું બાળક એક વિશાળ અજગર સાથે જોવા મળે છે. બાદમાં તે બાળક રમકડાની જેમ 10 ફૂટ લાંબા અજગર સાથે મસ્તી કરતુ જોવા મળે છે. જાણે આ બાળકને જરા પણ ડર ન હોય તેમ તે અજગરના કાન પકડતો જોવા મળે છે. આ દિલધડક દ્રશ્યો જોઈને તમારા શ્વાસ પણ અધ્ધર થઈ જશે. મળતી માહિતી મુજબ આ ચોંકાવનારો વીડિયો ઈન્ડોનેશિયાનો (Indonesia) છે. 30 સેકન્ડની આ વીડિયો ક્લિપ જોઈને તમે પણ દંગ રહી જશો અને તમે વિચારવા લાગશો કે અજગર થોડો પણ ગુસ્સે થઈ જશે તો આ બાળકનું શું થશે?

 

જુઓ વીડિયો

 

 

ચોંકાવનારો વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પરથી nature27_12 નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યુ કે માતા-પિતાએ તેના બાળકોને લઈને આવી બેદરકારી ન દાખવવી જોઈએ. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે આ અજગર બાળક માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

નોંધ:  આ રીતે પ્રાણી સાથે મસ્તી કરવી ખતરનાક સાબિત થઈ શકે છે.

 

 

આ પણ વાંચો : Funny Video : લગ્નમાં વિદાય વખતે આ દુલ્હને કરી અનોખી માગ, વીડિયો જોઈને લોકો હસીને લોટ પોટ થયા

 

આ પણ વાંચો : Viral Video : 72 વર્ષીય દાદીની હિંમતને સલામ, આ અનોખું પરાક્રમ જોઇને તમે પણ ચોંકી જશો !

Next Article